દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર- લોકોના ઘરોમાં પાણી ભરાતા પરિવાર સાથે છત પર રહેવા મજબૂર

હાલમાં સમગ્ર રાજ્યભરમાં કોરોનાની સાથે-સાથે વરસાદી માહોલ પણ સારો સર્જાયો છે. રાજ્યમાં અત્યાર સુધીની સિઝનમાં સરેરાશ મોસમનો 25.60% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જળબંબાકાર થયો છે. દ્વારકા જિલ્લામાં પણ બે દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં આવેલો સાની ડેમ ઓવરફ્લો થતા એની આસપાસનાં 10થી 12 ગામોમાં પાણી ભરાયા છે. જેના કારણે નીચાણવાળા અનેક ગામોમાં પાણીમાં ગરકાવ થયા છે. ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકો પોતાની છત પર રહેવા મજબૂર થયા છે. દ્વારકામાં સતત 4 દિવસથી સ્થિતિ બેહાલ થવાના કારણે મુખ્ય બજારો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગોની દુકાનોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જળબંબાકાર થયો છે. દ્વારકા જિલ્લાનાં જામરાવલ ગામમાં પરિસ્થિતિ ઘણી જ ગંભીર બની છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. જાણે ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગામની પોલીસ ચોકી, એચ જી. એલ હાઇસ્કૂલ તથા મોચી બજાર પણ પાણીમાં ગરકાવ થયા છે.

જામરાવલનાં સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, એવું નથી કે સાની ડેમમાંથી આ વરસાદી પાણી પહેલી વખત આવ્યું છે. આ તો દર વર્ષે આવે છે. અમને આના કારણે ઘણી તકલીફ થાય છે. અનેકવાર અમે તંત્રમાં પણ રજૂઆત કરી પરંતુ કોઇ કામગીરી કરવામાં આવતી નથી.

અત્રે ઉલેખનીય છે કે, સતત, આજ રોજ ગુજરાતમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છના લખપતમાં 12 મિમિ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ 10 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના ગીર ગઢડામાં 9 મિમિ, જૂનાગઢના મેંદરડામાં 6 તેમજ ખાંભા અને વિસાવદરમાં 5-5 મિમિ વરસાદ નોઁધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *