આજે સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રીટર્ન કેસમાં બે વર્ષ જેલની સજા કોર્ટે સંભળાવી છે. વર્ષ 2016માં કલોલ કોર્ટમાં દેવજી ફતેપુરા વિરૂદ્ધ બે કરોડનો ચેક રીટર્ન થવાનો કેસ નોંધાયો હતો. જે કેસ આજે ચાલી જતાં પૂર્વ સાંસદને બે વર્ષ જેલની સજા સંભળાવવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ સાંસદ કલાકાર એવા દેવજી ફતેપરાને દ્વારા 2 વર્ષની સાદી કેદ અને ૨ કરોડ ૯૭ લાખ નો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ સજા દેવજી ફતેપરા ને બે કરોડનો ચેક રીટર્ન થવાના કેસમાં ફટકારી છે. વર્ષ 2016માં કલોલ કોર્ટમાં દેવજી ફતેપુરા વિરુદ્ધ કેસ નોંધાયો હતો. જેનો ચુકાદો આજે સંભળાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાતની રાજકીય આલમમાં ખળભળાટ મચી જાય તેવો નિર્ણય કરવામાં આવતા 50થી વધુ ધારાસભ્યો અને સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા કર્યો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. ગુજરાતના 50થી વિધાનસભ્યો અને સાંસદો સામે 92 થી વધુ કેસ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.
સુપ્રીમકોર્ટના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટ એ જીલ્લાની તમામ કોર્ટોમાં ઝડપી કેસ ચલાવવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિધાનસભ્યો અને સાંસદો સામેની કાયદાકીય કાર્યવાહી ઝડપી કરવા વિવિધ રાજ્યોની 24 હાઇકોર્ટને આદેશ આપ્યો છે. તેના પગલે ગુજરાતમાં આ પ્રકારના કેસો ધરાવતા 50 જેટલા વિધાનસભ્યોની તકલીફો વધી શકે છે. આ સિવાય કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના આ વિધાનસભ્યો અને સાંસદો સામે 92થી પણ વધારે કેસો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle