Rajasthan Accident: રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક ઈકો કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત (Rajasthan Accident) વહેલી સવારે થયો હતો. બુંદીના અધિક પોલીસ અધિક્ષક ઉમા શર્માએ જણાવ્યું હતું કે અજાણ્યા વાહને તેમની કાર, મારુતિ સુઝુકી ઈકોને ટક્કર મારતાં છ લોકોનાં મોત થયાં હતાં.
છ શ્રધ્ધાળુઓના મૃત્યુ થયા
રાજસ્થાનના બુંદી જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં ખાટુ શ્યામના દર્શન કરવા જઇ રહેલા છ શ્રધ્ધાળુઓના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અંગે માહિતી આપતા બુંદીના અધિક પોલીસ અધિક્ષક ઉમા શર્માએ જણાવ્યું હતું કે અજાણ્યા વાહને શ્રધ્ધાળુઓ ભરેલી કારને ટક્કર મારતાં છ લોકોનાં મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું કે મધ્યપ્રદેશથી એક પરિવારના 9 લોકો કારમાં ખાટુશ્યામ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અજાણ્યા વાહનની શોધખોળ શરૂ
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના હિડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના જયપુર નેશનલ હાઈવે પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ ઘાયલો MP ના રહેવાસી છે.
ઈકો કારને ટક્કર રમારના અજાણ્યા વાહનની શોધખોળમાં પોલીસ વ્યસ્ત છે. હાઇવે પર લાગેલા CCTV કેમેરા અને ટોલ પ્લાઝા પર લગાવેલા CCTV કેમેરાના રેકોર્ડિંગ પરથી અજાણ્યા વાહન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ
ઘટના અંગે પોલીસ અધિકારીનું કહેવું છે કે સવારે 4.30 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને પહેલા હોસ્પિટલ લઈ ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અગાઉ પણ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં એક કારે બે મોટરસાઈકલને ટક્કર મારી હતી. આ ઘટનામાં છ લોકોના મોત પણ થયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App