બ્રેકીંગ ન્યુઝ: અયોધ્યા રામમંદિરમાં આ તારીખે દર્શન કરી શકશે શ્રદ્ધાળુઓ- જાણો જલ્દી

હાલમાં જ અયોધ્યા રામમંદિરને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રામમંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું તમામ કામકાજ પૂર્ણ કરી દેવાનો ટ્રસ્ટનો…

હાલમાં જ અયોધ્યા રામમંદિરને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રામમંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું તમામ કામકાજ પૂર્ણ કરી દેવાનો ટ્રસ્ટનો વિચાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે જણાવતા કહ્યું હતું કે, અયોધ્યા રામમંદિરનું મુખ્ય પરિસર ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઇ જશે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે.

રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા ઘણા લોકો આ વર્ષની શરૂઆતથી કેટલીય વખત કહી ચૂક્યા છે કે, આગામી સમયમાં મંદિરમાં પૂજા શરૂ થશે અને સાથે સાથે સામાન્ય ભક્તોને દેવતાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પરથી કહી શકાય કે, ડીસેમ્બર 2023 સુધીમાં મંદિરનું કામ અંદાજે પૂર્ણ થઇ જશે અને રામભક્તો ભગવાન રામની પૂજા કરી શકશે.

અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામમંદિરના પાયાનું ભૂમિ પૂજન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે ત્યારે હવે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટે ભંડોળ ભેગુ કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામજન્મભૂમિ માટે કાર્યક્રમ કરશે. પ્રત્યેક હિન્દૂ સમાજના વ્યક્તિ પાસેથી 10 રૂપિયા દાન ઉઘરાવવામાં આવશે. ગુજરાતમાંથી પ્રત્યેક હિન્દૂ સમાજના વ્યક્તિ પાસેથી દાન ઉઘરાવવામાં આવશે.

આ દાન ઉઘરાવવાનો મુખ્ય લક્ષ્યાંક કુલ 33 કરોડ હિન્દૂઓનો સન્માન નિધીનો છે. મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા સુધી નિધિ સંગ્રહ માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રામમંદિરના નિર્માણ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં સન્માનનિધી ઉઘરાવવામાં આવશે. જોવા જઈએ તો અગાઉ પણ 8 કરોડનું દાન એકત્ર કરીને રામમંદિરને અર્પણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *