બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પડી તો પ્રેમિકા બિલ્ડિંગની છત પર ચડી અને… જાણો સમગ્ર ઘટના

દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાં એક હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ ઘટનાથી વિસ્તારના લોકોની સાથે પોલીસ પણ ચોકી ઉઠી હતી. ખરેખર બન્યું એવું કે,…

દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાં એક હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ ઘટનાથી વિસ્તારના લોકોની સાથે પોલીસ પણ ચોકી ઉઠી હતી. ખરેખર બન્યું એવું કે, એક છોકરીના બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડી. ત્યારબાદ તે છોકરીએ તેના બોયફ્રેન્ડના ફ્લેટની બિલ્ડીંગ પર ચડીને કુદવાની તૈયારી કરી.

બપોરે 3:50 વાગ્યે પોલીસ સ્ટેશને બાતમી મળી કે, એક છોકરી બિલ્ડીંગની છત પર ચડી છે અને ત્યાંથી કુદીને આત્મહત્યા કરવાની ધમકી આપે છે. પોલીસ ઘટના સ્થળે પહોચી અને જોયું તો છોકરીએ લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો અને છત પર ચડી હતી. આ દરમિયાન નીચે ઉભેલા લોકો તેને નીચે ઉતરી જવા માટે બુમો મારી રહ્યા હતા.

ઘટના સ્થળે પહોચેલી પોલીસને બાતમી મળી હતી કે, છોકરી નશાની હાલતમાં છે. મામલો ગંભીર હોવાથી બનાવ સ્થળે પહોચેલા SHO પણ લાઉડસ્પીકર દ્વારા છોકરીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. SHO છોકરીને વારંવાર સમજાવી રહ્યા હતા કે, તે ત્યાંથી નીચે ઉતરી જાય.

આ દરમિયાન ફાયરબ્રિગેડના વાહનોને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, જો છોકરી નીચે કુદે તો જાળ નાખીને બચાવી લેવામાં આવે. પોલીસ વારંવાર છોકરીને નીચે ઉતરવા જણાવી રહ્યા હતા પરંતુ છોકરી ત્યાંથી નીચે ઉતરવા તૈયાર જ ન થઈ.

આ દરમિયાન પોલીસે તેની સાથે બીજી વાતો કરવાની ચાલુ રાખી હતી. ત્યારબાદ લીના નામની એક મહિલાને પણ છત પર મોકલવામાં આવી અને તે થોડી દુર ઉભી રહીને આ છોકરી સાથે વાત કરવા માંડી. વાતચીત દરમિયાન મોકો જોઇને લીનાએ તે છોકરીને પકડી લીધી અને ત્યારબાદ પોલીસ તેને સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ.

છોકરીને બચાવી લેવામાં આવી હતી અને તેને દિલ્હીની હેડગેવાર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. યુવતીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેનું નામ સમીરા ખાન ઉર્ફે રીના છે. યુવતી દિલ્હીના જગતપુરીની રહેવાસી છે. સમીરાનાં માતા-પિતા સાઉદી અરેબિયામાં રહે છે. તે જ સમયે, ગીતા કોલોનીમાં રહેતા મયંક સાથે સમીરાની મિત્રતા થઈ. તે મયંક સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ છોકરાએ લગ્ન કરવાની ના પાડી દીધી. લગ્ન માટે ના પાડવા પછી જ આ હંગામો શરૂ થયો અને યુવતીએ બિલ્ડિંગમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *