Earthquake in Kutch: કચ્છમાં વારંવાર ધરતી ધ્રુજવાની ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે રાત્રે 8.54 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા(Earthquake in Kutch) અનુભવવામાં આવ્યા હતાં. 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવવાને કારણે લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં.
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો. આ તરફ હવે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. મહત્વનું છે કે, ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ તો ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કીમી નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે.
કચ્છમાં આ અગાઉ 21 અને 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતું. વાત જાણે એમ છે કે, 21 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર 22 નવેમ્બરે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. વિગતો મુજબ સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ 21 નવેમ્બરે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. કચ્છના ધોળાવીરા નજીક 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિગતો મુજબ સવારે 6:55 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ 20 નવેમ્બરમાં કચ્છના ભચાઉથી ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર દૂર નોંધાયુ હતું. આ સાથે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. આ ઉપરાંત, થોડા પહેલા પણ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી ગયાં હતા. ભૂકંપનો જોરદાર આંચકો આવતા જ લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સતત 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બપોરે 4.27 વાગ્યે આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube