આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદ રહેશે ‘જોરદાર’! જાણો આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું

Ambalal Patel weather forecast: ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી રહી છે. ચૂંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ મુકવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં પાંચ દિવસ સૂકું વાતાવરણ પણ રહેશે. રાજ્યના ઘણા વિસ્તારો પરથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં (Ambalal Patel weather forecast) વધારો થઈ શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરતમાં આજે હિટવેવની આગાહી કરવામાં આવી રહી છે. આ સિવાય દીવ, ભાવનગર, સુરતમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીમાં વધારો રહશે. ગઈકાલે અમદાવાદમાં 39.2 ડિગ્રી, ગાંધીનગર 38.6 માં ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ભાવનગર અને અમરેલીમાં ઉત્તર પશ્ચિમી દિશામાં પવનો ફુંકાશે. આવતીકાલે એટલે કે ચુંટણીના દિવસે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગાંધીનગર 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. ભુજમાં 40થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે. બપોરે 2થી 4 સૌથી વધુ ગરમી પડી શકે છે. આજે પોરબંદર, સુરત, ભાવનગર, દીવ, ભાવનગર, સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આવનાર ત્રણ દિવસ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસાને લઈને તેમને આઘી સામે આવી રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ હતું કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઈ શકે છે. તારીખ 5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવી શકે છે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. ત્યારપછી તારીખ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારપછી તારીખ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી તારીખ 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે. ત્યારપછી તારીખ 24 મેથી 4 જુન વચ્ચે આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.

તેમને જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું સારૂ રહેવાનું આગાહી કરવામાં આવી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી રહ્યા છે. તેમને આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહી શકે છે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. તારીખ 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી તારીખ 20 મે પછી ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યમાં આગામી 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવી શકે. 8 થી 14 જૂનમાં આંધી- વંટોળ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા ગણવામાં આવે છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.