અમરેલી જિલ્લાના ધારીના ખીચા ગામનો એક કિસ્સો ખુબ સામે આવી છે. ખીચા ગામમાં આર્થિક રીતે નબળા પરિવારનો એક દીકરાનું વજન 140 કિલો છે. તેની ઉંમર 13 વર્ષનો છે અને તેનું નામ સાગર છે. તે દિવસમાં 7 રોટલી ખાઈ જાય છે. તેમણે બાળકનું વજન ઘટાડવામાં સરકાર પાસે મદદ માગી છે કારણ કે પરિવાર આર્થિક રીતે નબળો હતો.
ધારીના ખીચા ગામમાં એક પરિવાર છેલ્લા 25 વર્ષથી રહે કરે છે. કાળુભાઈના દીકરાના ઘરે પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી પરિવાર ખુબ ખુશી હતો. પરિવારે તેના દિકરાનું નામ સાગર રાખ્યું. આર્થિક રીતે નબળા પરિવારમાં ખુશીઓ મહેકી રહી હતી, પરંતુ નાનપણથી જ સાગરની અનોખી ભોજન શક્તિને કારણે તે મુશ્કેલીમાં મુકાય ગયા હતા. જેના કારણે સાગર જેમજેમ મોટો થતો ગયો તેમતેમ તેની ઉંમરની સાથે તેનું વજન પણ વધવા લાગ્યું અને 13 વર્ષની ઉંમરમાં તેનું વજન 140 કિલોએ છે. સાગર વજન વધવાના કારણે ચાલી પણ શકતો નથી. આર્થિક સ્થિતિ નબળી અને બાળકની આ અનોખી બીમારીથી પરિવાર પર મુશ્કેલી આવી ગઇ છે. મજુરીકામ કરતા પરિવારે સરકાર મદદ કરે તેમ ઇચ્છી રહ્યાં છે.
કાળુભાઈ જે સાગરના દાદા છે તેને જણાવ્યું કે, સાગર મારા દીકરાનો દીકરો છે. તેની ઉંમર 13 વર્ષ છે. સાગર જન્મ્યો ત્યારે તેનું શરીર પાતળું હતું પણ પછી તેનું શરીર વધતુ જ ગયું. હવે અમે એના શરીરને પુરતું ભોજન આપી શકતા નથી.
સાગર દિવસના 8 રોટલા ખાઈ જાય છે. બાળકની આ બીમારીના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મજૂરી કામ કરીને જીવન ગુજારતો આ પરિવાર પહેલા સાગરને ત્રણ ટાઇમ જમવાનું આપતો હતો પરંતુ સાગરનું વજન ઘટાડવા માટે 2 ટાઇમ જમવાનુ આપી રહ્યો છે. જોકે તેનાથી પણ સાગરના વજનમાં કોઇ ફેર પડતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.