કમઢીયા સરકાર નામે ઓળખાતા ધવલ ભુવાની ટોળકી જુગાર રમતા ઝડપાઈ

Dhaval Bhuva:   લંપટ ભુવાની કાળી કરતૂત સામે આવી છે. પોતાને મામા દેવના ભુવા કહેતા અને કમઢીયા મામા સરકારના ભુવા જુગાર રમતાં ઝડપાતાં ચકચાર મચી. 17,35,000/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી. પોતાના (Dhaval Bhuva) મોજશોખ ખાતર મામા સરકારનું નામ વટાવી આવકનો સ્ત્રોત ઉભો કર્યો હોવાનું લોકમાં ચર્ચા ચાલી રહી છે.  લોધીકા તાલુકાના રાવકી ગામે વાડીના મકાનમાંથી જુગાર રમતાં 7 ઝડપાયા.

ગોંડલ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહએ દારૂ જુગારની પ્રવૃતિઓ સદંતર નાબુદ કરવા સુચના અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ માર્ગદર્શન હેઠળ પો.કોન્સ.ભાવેશભાઈ મકવાણાને મળેલ બાતમીના આધારે,

લોધીકા તાલુકાના રાવકી ગામની સીમ મા ખોડાભાઈ બાબુભાઈ ફાચરાની વાડીના મકાનમાં તીનપતિનો હારજીતનો જુગાર રમતા કુલ 7 ઈસમોને .રૂ.16,35,500/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી
કાયદેસરની કાર્યવાહી કરેલ છે.