વિડિયો જોઈને કહો કોણ સારું નાચે છે? બાબા કે મોર

Dhirendra Shastri Viral Video: જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં જો કોઈ નામ લોકોના મુખે ચર્ચાઇ રહ્યું હોય તો તે છે બાબા…

Dhirendra Shastri Viral Video: જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં જો કોઈ નામ લોકોના મુખે ચર્ચાઇ રહ્યું હોય તો તે છે બાબા બાગેશ્વર (Baba Bageshwar) એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri). વાત કરવામાં આવે તો બાબાને આગામી બે દિવસના કાર્યક્રમ વરસાદને રદ કરવામાં આવ્યા હતા. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Dhirendra Shastri Viral Video) થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ કે સુરતના કોઈ ફાર્મ હાઉસ પર રોકાણ સમય દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કળા કરતા મોરની સાથે કેટલીક મનોહર પળો વિતાવી હતી. આ વીડિયોમાં બાબા બાગેશ્વર મોર અને ઢેલ ની જોડી સાથે કળા કરતા નજરે ચડી રહ્યા છે.

સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોર સાથે નાચતા જોવા મળ્યા હતા. વાત કરવામાં આવે તો મોરનું પાલન કરવું ભારતમાં ગુનો છે. સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહના ગોપીન ફાર્મ હાઉસમાં મોર સાથે નાચતા જોવા મળ્યા હતા.  ભારતમાં મોરનું પાલન કરવું શિક્ષાને પાત્ર છે.

બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા હતા. પરંતુ વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ ઓગણજના ગ્રાઉન્ડમાં કેન્સલ કરવાની નોબત આવી હતી. ધમાકેદાર વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર દોડી આવ્યા હતા અને કાર્યક્રમ રદ કરાયો હતો.

અમદાવાદમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને અસમંજસ સ્થિતિ જોવા મળી રહી હતી. ખાબકેલા ભારે વરસાદને કારણે ઓગણજમાં બાબાના દિવ્ય દરબાર સ્થળે પાણી ભરાયા હતા. આ ગ્રાઉન્ડના વિડીયો જોતા બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજે દિવ્ય દરબાર ભરાશે કે કેમ તેના પર અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી, પરંતુ અંતે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *