Dholka Accident: રાજ્યમાં દારૂ ઢીંચી બેફામ કાર ચલાવતાં નબીરાઓને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. થોડા સમય પહેલાં જ દસ્ક્રોઇના કણભા પાસે ઝાંકના શખસે દારૂ પી એક્ટિવાને ટક્કર મારતાં બે યુવાનોના જીવ લેવાયા હતા. ત્યારે ધોળકામાં (Dholka Accident) પણ સોમવારે આવા જ એક દારૂડિયા શખસે કાર, બે રાહદારીને ટક્કર મારી વીજપોલને અથડાયો હતો. જેમાં એક આધેડનું મંગળવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ધોળકામાં સોમવારની રાત્રે મહેન્દ્ર મોહનભાઈ પ્રજાપતિ રહે.નેસડા અમદાવાદ ફુલ બજારમાંથી ઇકોમાં વર્ધીનો વ્યવસાય કરતો હતો.
દારૂ ઢીચીને સર્જ્યો અક્સ્માત
સોમવારની મોડી સાંજે દારૂ પીધેલી હાલતમાં સ્વામિનારાયણ સર્કલ પાસે એક કારને ટક્કર માર્યા બાદ નાયરા પેટ્રોલપંપ પાસેથી નોકરીથી પરત ફરી રહેલા બળવંતભાઇ ચૌહાણ (કોળી પટેલ) રહે. ધોળકા આદિત્ય રેસીડેન્સીના બાઇકને પાછળથી અડફેટે લેતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
આ અંગે તેમની સાથે કામ કરતાં હરેશભાઇ શાહે બળવંતભાઇના પુત્ર સિદ્ધાર્થને જાણ કરતાં પાશ્વનાથ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જેમનું બાદમાં અમદાવાદ શેલબી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.
અમદાવાદના ધોળકામાં દારૂના નશામાં ધૂત ઇકો કાર ચાલકે બાઈક ચાલકને કચડી નાખતા થયું મોત
સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
બળવંતભાઈ ચૌહાણ નામના વ્યક્તિનું થયું મોત
સ્પીડમાં ગાડી ચલાવીને એક કાર અને 3 રાહદારીને પણ ટક્કર મારી હતી#CCTV #Video #Dholka #Ahmedabad #ViralVideo pic.twitter.com/5TU62ZIhNb— Priykant Journalist (@Priykantnews) December 12, 2024
એક વ્યક્તિનું થયું મોત
આ ઇકો ચાલકે પુલેન સર્કલ નજીક એક રાહદારીને પણ ટક્કર મારી ઈજા કરી ત્યાંથી ભાગવા જતાં દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે પહોંચતા રોડના થાંભલા સાથે પોતાની ઇકો ગાડી અથડાવી દીધી હતી. ઇકો ચાલક દારૂ પીને પોતાની ગાડી ચલાવતો હોવા અંગે જાણવા મળ્યું હતું કે, પારિવારિક સમસ્યાને લઇ કેટલાક સમયથી દારુની લતે લાગ્યો હતો. આ અંગે ધોળકા પીએસઆઇ એસ.ડી.માળી દ્વારા તપાસ હાથ ધરી આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App