Dhoraji Accident: ‘રામ રાખે તેને કોણ ચાખે’ ગઈકાલે રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં આ કહેવતને સાર્થક કરતી એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ટ્રકની(Dhoraji Accident) અડફેટે આવતા બાઈકનો બુકડો બોલી ગયો હતો. જોકે, આ બાઈક પર સવાર પિતા-પુત્રનો આબાદ બચાવ થયો હતો.ટ્રક ચલાકને ઝડપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇકને અડફેટે લઈ લેતા બાઈકનો કડુસલો બોલી ગયો
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્ટેશન રોડ પર મહાકાળી લોજ આવેલી છે. આ લોજ પાસેથી પિતા-પુત્ર બાઇક લઇને કોઇ કામ અર્થે જઇ રહ્યાં હતા. એ સમય ચોકમાં તેઓ બાઇક ઉભું રાખીને રસ્તો ક્લિયર થાય તેની રાહ જોઇ રહ્યાં હતા. એ સમયે એક ટ્રક જમણી બાજુથી આવી હતી અને વળાંક લેતા જ બાઇકને અડફેટે લઇ લીધી હતી. બાઇક ટ્રકની નીચે આવી જતાં બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે સમય સૂચકતા વાપરીને પિતા-પુત્ર ઉતરી જતાં તેમનો બચાવ થયો હતો.
ગણતરીની સેકન્ડોમાં ટ્રક બાઈક પર ફરી વળી
સ્ટેશન રોડ પરની મહાકાળી લોજ પાસે બાઈક સવાર પિતા-પુત્ર સામેની તરફ જવા માટે રસ્તો ખુલ્લો થવાની રાહ જોઈ રહ્યા છે. બરાબર આ સમયે સીધો જઈ રહેલો એક ટ્રક તેમની તરફ આવી જાય છે અને ગણતરીની સેકંડોમાં તેમના બાઈક ઉપર ફરી વળે છે. જોકે, આ પહેલા બાઈક સવાર પિતા-પુત્ર નીચે ઉતરી જાય છે. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ ટ્રક ચાલકને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની ઘટનાની જાણ થતાં ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીઓ અને સ્થાનિકો આવી પહોંચ્યા હતા. ટ્રક ચલાકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ટ્રક ચાલકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube