‘માવાના 15થી 5 રૂપિયા કરાવીશ’ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એફિડેવિટ પાછળનું સત્ય શું? જાણો અહિયા

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય લલિત વસોયા(MLA Lalit Vasoya)ની માવાના ભાવ ઓછા કરવાની ફેક એફિડેવિટ(Fake affidavit) સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. મળતી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય લલિત વસોયા(MLA Lalit Vasoya)ની માવાના ભાવ ઓછા કરવાની ફેક એફિડેવિટ(Fake affidavit) સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. મળતી માહિતી અનુસાર, તેઓ વર્ષ 2017માં ઉમેદવાર હતા તે તારીખની ફેક એફિડેવિટ હાલમાં સોશિયલ મીડીયમાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

લલિત વસોયાના નામે વાયરલ થઇ રહેલા ફેક એફિડેવિટમાં શું છે ?
હાલમાં લલિત વસોયાના ફેક એફિડેવિટ સોસ્વ્હિયાળ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ત્યારે આ વાયરલ એફિડેવિટમાં માવા(મસાલા)ની વાત કરવામાં અવી છે. આ એફિડેવિટમાં લખવામાં આવ્યું છે કે, “હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું 135 વાળા માવાના રૂ. 12માંથી 5 રૂપિયા આ સરકાર પાસે કરાવીને પછી જ અન્ય બીજુ કામ કરીશ.”

ફેક એફિડેવિટ પર લલિત વસોયાના ભાજપ પર આકરા પ્રહાર:
લલિત વસોયાએ જણાવતા કહ્યું છે કે, વાયરલ પોસ્ટ ખોટી છે અને કોઇએ તેની સાથે ચેડાં કરેલા છે. ભારતીય જનતા પાર્ટીના ટીખળખોર લોકોએ આ કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. મેં મારા મતવિસ્તારના લોકો માટે સોગંદનામુ કરેલું છે જેમાં મારો પગાર લોકોના કાર્યો કરવા માટે વાપરવાનું સોગંદનામુ કરેલું છે. મારા શુભ આશયને અમુક લોકોએ ચેડાં કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે.

વધુમાં લલિત વસોયાએ કહ્યું છે કે, મારા હિત વિરોધી લોકોએ આ પ્રકારની ખોટી એફિડેવિટ ફેલાવી છે. 2017માં ઉમેદવારી વખતે પગાર-ભથ્થા લોકોની સેવામાં વાપરવાની એફિડેવિટ કરવામાં આવી હતી અને જેમાં ધારાસભ્યને મળતો પ્લોટનો ઉપયોગ લોકો માટે કરવા એફિડેવિટ કરવામાં આવી હતી. અત્રે મહત્વનું છે કે, પોસ્ટમાં ધારાસભ્ય બનતા માવાના ભાવ 5 રૂપિયા કરી દેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *