Surat / સુરતની ધ્રુવી જસાણી અમેરિકાના નાસામાં સ્પેસ આર્કિટેક તરીકે પસંદગી પામી પોતાના પરિવાર અને સમગ્ર દેશનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. આજે કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ભારતીય યુવાધન પ્રતિનિધિત્વ કે પ્રભુત્વ ન ધરાવતું હોય. ત્યારે સુરતની ધ્રુવી જસાણીએ એ વાતની પુષ્ઠી કરી દીધી છે કે, આજના સમયમાં દીકરીઓ દીકરાથી કમ નથી.
હાલના સમયમાં જે રીતે પાટીદાર યુવાનો વિદેશ સ્થિર થઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે આવનારા વર્ષોમાં વિશ્વના દરેક ક્ષેત્રોમાં પાટીદાર યુવાનો પ્રતિનિધિત્વ કરશે. ધ્રુવી જસાણીની નાસામાં પસંદગી થતાં માતા-પિતા સહીત સમગ્ર પાટીદાર સમાજ ખૂબ જ ગૌરવ અનુભવે છે.
ગુજરાતના સુરત શહેરમાં રહેતી ધ્રુવી જશાણીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી પોતાના પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવી જસાણી નાસાના મંગળ અને ચંદ્ર પરના સંશોધન મિશનમાં સ્પેસ આર્કિટેક તરીકે જોડાઈ છે. આ સમાચાર આવતા જ અનેક લોકોએ ધ્રુવી જસાણીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે, સાથે જ ખુબ આગળ વધે તેવી પ્રાથના કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.