ધ્રુવીન પટેલ, લુણાવાડાના આ યુવાને ઇલેકટ્રીક એન્જિનિયર બની, રિલાયન્સમાં જોબ લીધા પછી GPSC પરીક્ષા પાસ કરી છે અને આણંદના જિલ્લા રજિસ્ટ્રાર બની ગયા છે.
ધ્રુવીને શાળાકીય અભ્યાસ લુણાવાડાની આદર્શ વિદ્યાલયમાં કર્યો, તેને SSCમાં જિલ્લા પ્રથમ અને રાજ્યમાં ૧૫માં સ્થાને હતાં. આ પછી ધો.૧૧-૧૨ સાયન્સના લુણાવાડાની જ એસ.કે.હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૨માં સાયન્સમાં તેઓ જિલ્લા પ્રથમ રહ્યાં. આ પછી ગાંધીનગરની નિટમાં યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રીક એન્જિનિયરિંગ કર્યું. તેમાં યુનિવર્સિટી ટોપ-પમાં રહ્યાં – આવા તેજસ્વી વિદ્યાર્થી ધ્રુવીન પટેલનું કેમ્પસ પ્લેસમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં થયું. ત્યાં જુનિયર એન્જિનિયર તરીકે એક વર્ષ જોબ કરી. ત્યાં તેમનું વાર્ષિક પેકેજ ૮.૭૫ લાખ હતું.
આમ છતાં UPSCની તેયારી કરવા માટે ત્યાંથી રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા પછીના અઠવાડિયામાં જ તેમને રિલાયન્સમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે ઓફર થઇ. તેમાં વધુ સારૂ પેકેજ હતું પણ ન સ્વીકાર્યું અને UPSCની તેયારી કરવાં દિલ્હી જતાં રહ્યાં તેમણે કહ્યું કે, જોબ તો મે જોબ સિક્યુરીટી માટે કરી હતી. મારા પપ્પા અને દાદાની પ્રેરણાથી મે UPSC એકઝામ આપવાનું પહેલેથી જ નક્કી કરી લીધું હતું.
પાટીદાર સમાજ નું ગૌરવ અને નાની વયે GPSC ની પરીક્ષા પાસ કરી ને આણંદ જિલ્લા માં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા @ધ્રુવિન પટેલ #Dhruvin_Patel સાહેબ ને આજે જન્મદિવસ ની શુભકામનાઓ. વધતા જતા દરેક દિવસે તમારી સફળતા, તમારું જ્ઞાન અને તમારી ખ્યાતિ વૃધ્ધી પામો, અને સુખ સમૃદ્ધિ ની બહાર આપના જીવનમાં નિત્ય આવતી રહે.. આપને વિશાળ આયુષ્ય લાભો, આજ જન્મદિવસ ની અગણિત શુભેચ્છાઓ.! દરેક સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ને લગતી કોઈ પણ પ્રકાર ની મદદ માટે તેમનો સંપર્ક કરી શકે છે ! સાહેબ તમને આ બાબતે હતાશ કદી નઈ કરે તેમની આ ભાવના ને પણ સલામ.- શુભેચ્છક
લુણાવાડાના આ યુવાન UPSC ક્રેક કરવા ઇચ્છે છે
દિલ્હીમાં તૈયારી ચાલુ હતી. ચાર-છ મહિના પસાર થયાં ત્યાં ગુજરાતમાં GPSC એકઝામ આવી, ત્યારે GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમે આ પરીક્ષાની તમામ પ્રક્રિયા ૧ વર્ષમાં પૂરી કરીને કોલલેટર આપીશું. ચેરમેનના આવા વિશ્વાસુ મેસેજથી તેઓ દિલ્હી છોડી, GPSC આપવા માટે ફરી ગુજરાત આવી ગયા. અમદાવાદની પાટીદાર સંસ્થામાં રહીને તૈયારી કરી, દરરોજ ૮ થી ૧૦ ક્લાકનું વાંચન કરતાં હતાં. તેમણે GPSC પરીક્ષા આપી અને ૩૩માં રેન્ક સાથે પાસ થઇ ગયા. તેમણે કહ્યું કે, મને રિટર્નમાં ૪૬૨ માર્કસ હતાં. તે થર્ડ હાઇએસ્ટ હતાં પણ ઇન્ટરવ્યુમાં માત્ર ૩૬ માસ મળ્યાં હતાં.
ઇન્ટરવ્યુ કેવો રહ્યું? શું પૂછાયું ? ધ્રુવીન પટેલ કહે છે કે, મારે સ્મૃતિ કિકાણી મેડમનું ઇન્ટરવ્યુ બોર્ડ હતું. સવારની સેશનમાં મારો છેલ્લો ઇન્ટરવ્યુ હતો. આથી માત્ર ૪-૫ મિનિટ જ ઇન્ટરવ્યુ ચાલ્યો. મને રિલાયન્સ જેવી મોટી કંપનીની જોબ છોડીને અહીં કેમ આવવા માંગો છો? તમે ડોકટર પણ બની શકો એમ હતાં તો કેમ ન બન્યા? તમે જોબ સિક્યુરિટીને શું સમજો છો ? જેવા પ્રશ્નો પૂછાયા હતાં.
ધ્રુવીને કહ્યું કે, મેં GPSC ૨૩ વર્ષની ઉમરે ક્રેક કરી, અત્યારે ૨૪ વર્ષ થયા છે, જિલ્લા રજિસ્ટ્રારમાં મારી સૌથી નાની ઉંમર છે.
સકસેસ ફોર્મ્યુલા
જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલ કહે છે કે, આ પરીક્ષા એક મેરેથોન દોડ છે. તેમાં ખંત અને ધીરજ, પ્રેરણા પૂરી પાડે છે. નિયમિત વાંચન અને રિવિઝન થઇ શકે તો તમે આસાનીથી લક્ષ્યસિધ્ધ કરી શકશો. આ લાંબી પ્રોસેસમાં પરિવારનો સહયોગ બહુ જરૂરી છે. તે જ રીતે આધ્યાત્મિક પરિબળ પણ મહત્વનું પરિબળ બની રહે છે. મારી ઉપ૨ દ્વારકાધિશની કૃપા હોય એવું અનુભવ છું અને તેમના થકી જ હું UPSC પણ ક્રેક કરી શકીશ, એવો આત્મવિશ્વાસ છે. હજી મારે UPSC ની ૪ ટ્રાયલ બાકી છે. આથી તે ક્રેક કરવા માટે મને વિશ્વાસ છે, એમ તેમણે ઉમેર્યું હતું.