સોશીયલ મીડિયામાં ફેમસ થવાના અભડખા સુરતના યુવકને મોંઘા પડી ગયા- પરિવારને જિંદગીભર નહિ ભૂલાય દીકરાનો અંતિમ વિડીયો

હાલના નાના બાળકોથી લઈને યુગનો અને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ છે. હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ખુબજ જમાનો ચાલી રહ્યો છે. ઘણા એવા લોકો હોય છે જે આખો દિવસ સોશિયલ મીડિયા પર જ પડ્યા રહેતા હોય છે.

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યુબ અને અનેક સોશિયલ પ્લેટફોર્મ પર શોર્ટ્સ અને રિલ્સ બનાવવાનો ખુબજ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા એવા યુવાનો અને યુવતીઓ છે જે વિડિયો, શોર્ટ્સ અને રિલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે.

ત્યારે હાલમાં આવીજ એક ઘટના પ્રકાશ આવી છે. વિડીયો બનાવવાના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવક ઈન્સ્ટાગ્રામ પર સુસાઇડના કેસને લઈને રીલ બનાવી રહ્યો હતો.

અને ત્યારે અચાનક જ યુવાનનો પગ લપસે છે અને યુવાન બિલ્ડીંગની છત પરથી નીચે પડી જાય છે અને તેથી તેનું કરુણ મોત થાય છે. ઘટનાની જાણ પરિવારને થતા પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી.

મૃતદેહને લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના છત્તીસગઢના બિલાસપુરમાંથી સામે આવી છે. બિલાસપુરમાં એક યુવકે વિડીયો બનાવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જાંજગીર-ચંપા જિલ્લામાં આવેલા બિલાસપુરના સરકંડા વિસ્તારના સરખો ગામના રહેવાસી આશુતોષ ગંધર્વ સાયન્સ કોલેજમાં અગાસીમાં જઈને સુસાઇડનો રિલ્સ બનાવી રહ્યો હતો.

ત્યારે અચાનક તેનો પગ લપસતા તે છત પરથી નીચે પડ્યો હતો. આ ઘટનામાં તેને માથાના ભાગે ખુબજ ગંભીર ઈજા થઇ હતી. ઈજા એટલી ગંભીર હતી કે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે સમગ્ર ઘટના વિષે પરિવારને જાણ થઇ ત્યારે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટના સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો.

કોલેજમાં આવેલા કેમ્પસના ટેરેસ પર યુવક તેના મિત્રો સાથે રિલ્સ બનાવી રહ્યો હતો. ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. યુવકના મૃત્યુ પહેલાનો એક અંતિમ વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *