Surat Diamond Industry News: સુરતમાં ચાલી રહેલું ડાયમંડ ઉદ્યોગ પોતાની કટીંગ અને પોલીસિંગના કારણે વિશ્વભરમાં પોતાનું અલગ નામ બનાવી લીધું છે. વિશ્વના રફ ડાયમંડ (Surat Diamond Industry News) પૈકી પોલિશ્ડ થતાં 10 પૈકી 9 ડાયમંડ સુરતમાં તૈયાર કરવામાં આવે છે. જોકે હવે સમયના પ્રવાહની સાથે સુરતના હીરા ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી નાખી છે.
સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિદેશથી આવતા રફ ડાયમંડ ઉપર આધારિત હતો, પરંતુ હવે લેબ-ગ્રોન(લેબમાં બનેલો હીરો) ડાયમંડ આવવાથી વિદેશ ઉપરની નિર્ભરતા ઘણી ઓછી થઈ રહી છે. તો હવે બીજી બાજુ ફ્રાન્સ સરકારે લેબ-ગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરવામાં આવ્યા છે. જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબ-ગ્રોનનું માર્કેટ ડાઉન થતું જશે, જેની સુરતના હીરા ઉદ્યોગ પર પણ અસર થશે.
લેબ-ગ્રોન ડાયમંડ માટે અવરોધ
સુરતનો ડાયમંડ ઉદ્યોગ સીધો આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલો છે. અમેરિકા, ચીન, રશિયા, ફ્રાંસ વગેરે દેશો સાથે તેને પોતાનું નેટવર્ક બનાવ્યું છે. હાલમાં જ ફ્રેન્ચ સરકારે એક નિર્ણય લીધો છે કે, લેબ-ગ્રોન ડાયમંડને સિન્થેટિક ડાયમંડ તરીકે સ્વીકારવામાં આવશે. એનો અર્થ એવો થાય કે લેબ-ગ્રોનને આજે દુનિયા જે રીતે ઝડપથી સ્વીકારી રહી છે તેમાં એક અવરોધ ઉભો થઈ શકે. નેચરલ ડાયમંડની સામે લેબ-ગ્રોન ડાયમંડનું માર્કેટ છેલ્લા 5 વર્ષમાં લાખો કરોડો ઉપર પહોંચી ચુક્યું છે. જેને લઈને પૂર્વગ્રહ રાખીને ફ્રેન્ચ સરકારે એક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં નેચરલ વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલે પણ પોતાનો સૂર પુરાવ્યો છે.
લેબ-ગ્રોન ડાયમંડ ઇકો ફ્રેન્ડલી હોવાથી સ્વીકાર્યતા વધી
લેબ-ગ્રોન ડાયમંડ લેબમાં તૈયાર કરવામાં આવે છે. નેચરલ ડાયમંડને ખાણમાંથી કાઢવામાં આવે છે. જેને પરિણામે અનેક પ્રકારના માનવસર્જિત સંઘર્ષો થતાં રહે છે તેમજ પ્રકૃતિને નુકસાન થવાથી કુદરત સાથેનો પણ સંઘર્ષ ખુબ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકો આ સંઘર્ષને ટાળવા માટે લેબગ્રોન ઇકો ફ્રેન્ડલી ડાયમંડ તરફ વળી રહ્યા છે.
સુરતમાં છેલ્લા 4 થી 5 વર્ષથી લેબ-ગ્રોન ડાયમંડનું ઉત્પાદન પણ ખુબ વધી રહ્યું છે. પરિણામે માત્ર સુરતમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે પણ નેચરલ ડાયમંડની સરખામણીએ લેબ-ગ્રોન ડાયમંડનો વેપાર ખુબ સારો થઈ રહ્યો છે. આવનાર સમયમાં નેચરલ ડાયમંડ સામે વધુ પડકારો ઊભા થવાની પણ શક્યતા દેખાઈ રહી છે.
ફ્રેન્ચ સરકારના આ નિર્ણયથી કોઈ ફરક નહીં પડે
જેમ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલના પૂર્વ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું છે કે, ફ્રેન્ચ સરકાર જાતે નક્કી ન કરી શકે કે લેબ-ગ્રોન ડાયમંડને સિન્થેટિક તરીકે સ્વીકારવામાં આવશે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરો પર જે પણ ડાયમંડ વેચાય છે તેની તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સિન્થેટિક ડાયમંડ અલગ અને લેબ-ગ્રોન ડાયમંડ પણ અલગ વસ્તુ છે.
બંનેની તૈયાર કરવાની પ્રોસેસ પણ ખુબ અલગ પ્રકારની છે. વિશ્વસ્તરે આજે તેની ખુબ માંગ વધી રહી છે. નેચરલ ડાયમંડ વર્લ્ડ કાઉન્સિલ લેબગ્રોન ડાયમંડના વધતા વેપારને ડિસ્ટર્બ કરવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે માત્ર ફ્રેન્ચ સરકારના આ નિર્ણયથી લેબ-ગ્રોન ડાયમંડના ઉદ્યોગને કોઈ અસર પડશે નહિ. સરકારની ખરાબ માનસિકતાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને રાસાયણિક રચનાનો કમાલ
મળતી માહિતી અનુસાર, કૃત્રિમ ડાયમંડ એ જ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને રાસાયણિક રચનાવાળા માનવ રચિત ક્રિસ્ટલ છે. જે વિશિષ્ટ ડાયમંડ બનાવવામાં આવી રહ્યા છે. તેથી લેબ-ગ્રોન ડાયમંડએ કુદરતી હીરા જેવું જ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને કેમિકલ કમ્પોઝિશન ધરાવે છે. સિંગલ ક્રિસ્ટલ હીરા ઉગાડવાની બે ટેકનિક છે. તેમાં પ્રથમ અને સૌથી જૂની એ હાઇ પ્રેશર હાઇ ટેમ્પરેચર (HPAT) ટેકનિક છે. આ પ્રક્રિયા હીરાની સામગ્રીના બીજથી શરૂ કરવામાં આવે છે. સંપૂર્ણ હીરાની જેમ પ્રતિકૃતિ અત્યંત ઉંચા દબાણ અને તાપમાન હેઠળ લેબમાં તૈયાર કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube