હાલ સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ રોદ્ર સ્વરૂપ ધરણ કર્યું છે અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. આ દરમિયાન કોરોનાને કારણે સુરતના હીરા વેપારી રાજેશ ગુજરાતીના કોરોનાથી ફેફસાં ફૂલી જતાં ધોધમાર વરસાદ વચ્ચે જ તેમને એરલિફ્ટ કરીને ત્રણ કલાકમાં ચેન્નાઇ પહોંચાડવામાં આવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, 4 દિવસ પહેલા રાજેશભાઇના ફેફસાં ફૂલી જતાં વેન્ટિલેટર પર રાખ્યા હોવાનું યુનિક હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશયન ડો. દિપક વિરડીયાએ જણાવ્યું હતું. તેમને એકમો મશીન પર રાખ્યા હતાં. વધુ સારવાર માટે તેમને ચેન્નાઇ મોકલવામાં આવ્યા છે.
એરલિફ્ટ સમયે દર્દીની સંપૂર્ણ તપાસ કરાઈ હતી-
એર લિફ્ટની કાર્યવાહી ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ટેકઓફ કે પછી લેન્ડિંગ બાદ દર્દીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
એર એમ્બ્યુ. વાતાવરણને કારણે રદ થઇ શકે તેમ હતી-
મળતી માહિતી મુજબ, શહેરમાં ધોધમાર વરસાદના કારણે એર એમ્બ્યુલન્સ રદ થઇ શકે તેમ હતી. જોકે, બપોરે વાતાવરણ સુધરતા એર એમ્બ્યુલન્સ લેન્ડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.