ડાયમંડના વૈશ્વિક બજારમાં આવેલી સારી ડિમાન્ડ અને દિવાળી-ક્રિસમસના પણ મળતાં થયેલાં ઓર્ડરના કારણે કારીગરોને વતનથી પાછા ફરી રહ્યા છે.
જેના કારણે દિવાળી સુધી કેટલાંક કારખાનામાં રજા વગર કામ ચાલે તેવી સ્થિતિ પણ સર્જાય છે. કોરોનાના સંક્રમણના કારણે લોકડાઉન સર્જાતાં ઘણાં રત્નકલાકારોને તે લોકડાઉન અને તે પૂર્વેનો પણ પગાર મળ્યો નહીં હોવાની ફરિયાદ મોટા પ્રમાણમાં ઉઠી હતી.
ડીઆઈસીએફના સભ્ય અલ્પેશભાઈ જણાવે છે કે, હાલમાં કારખાનેદારો રત્નકલાકારોને શોધી રહ્યા છે, જેથી કામકાજ થઈ શકે, પરંતુ કારીગરો મળી રહ્યાં નથી. જ્યારે સુરત ડાયમંડ એસો.ના સભ્ય નિલેશ બોડકી જણાવે છે કે, દિવાળી અને ક્રિસમસમાં ખરીદી નીકળે તે આશાએ કારખાનેદારોએ ફુલટાઈમ કારખાના શરૂ કર્યા છે. લોકડાઉનમાં ઘણી રજાઓ ભોગવી હોવાથી દિવાળી સુધી રવિવારની રજાઓ પણ રદ થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews