કાળી મજૂરી કરતા શ્રમિકનું નસીબ ચમક્યું​​: ખીણમાંથી ખોદકામ દરમ્યાન 70 લાખની કિંમતનો હીરો મળ્યો

મધ્યપ્રદેશ (Madhya Pradesh): હાલ એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને તમે પણ ચોકી જશો. અહીં, એક કાળી મજુરી કરતા શ્રમિક (Labor)નું રાતોરાત નસીબ ચમકી ગયું છે. હીરા નગરી નામથી જાણીતા મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના પન્ના જિલ્લામાં આકરા તાપ વચ્ચે કાળી મજૂરી કરતા એક અને ઝારકુઆ(Zarqua) ગામના રહેવાસી પ્રતાપ સિંહ યાદવને બુધવારે ખાણમાંથી ખૂબ જ કીમતી ઉજ્જવલ જાતનો હીરો મળી આવ્યો છે. કૃષ્ણ કલ્યાણપુરની ઊથલી ખાણમાં તેમને 11.88 કેરેટનો આ હીરો મળ્યો છે. આ હીરા (Diamonds)ની અંદાજિત કિંમત રૂપિયા 60થી 70 લાખ આંકવામાં આવે છે.

પ્રતાપ સિંહ યાદવ પન્ના ખેતી અને મજૂરી કરીને પરિવારની આજીવિકા રળતા હતા. આ દરમિયાન કેટલાક સમય અગાઉ તેમણે કૃષ્ણ કલ્યાણપુર પટ્ટીમાં ઉત્ખનન માટે મંજૂરી લીધી હતી. તેઓ આકરા તાપ વચ્ચે મહેનત કરીને હીરાની તેઓ શોધખોળ કરતા હતા. છેવટે બુધવારે તેમનું નસીબ ચમકી ઉઠ્યું. તેમને જે હીરો મળ્યો તે ઓફિસ પહોંચ્યો. જ્યાં હીરાને એકત્રિત કરવામાં આવતા હોય છે.

આશરે રૂપિયા 50 લાખ મળશે:
મળતી માહિતી અનુસાર, શ્રમિક પ્રતાપને ઉજ્જવલ જાતનો હીરો મળ્યો છે. હવે આ હીરાને આગામી હરાજીમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ હરાજીમાં મળનારી રકમમાં 12 ટકા વહીવટીતંત્રની રોયલ્ટી તથા 1 ટકા ટેક્સ કાપી બાકીની રકમ પ્રતાપ સિંહના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. રૂપિયા 60થી 70 લાખ કરતા વધુ હરાજીના સંજોગોમાં તેમને રૂપિયા 50 લાખ જેટલી કિંમત મળી શકે છે.

બાળકોને સારું શિક્ષણ મળશે:
આ હીરાની અંદાજિત કિંમત રૂપિયા 60થી 70 લાખ આંકવામાં આવે છે. તેથી બહૂમૂલ્ય હીરો મેળવનાર પ્રતાપ સિંહ યાદવનું કહેવું છે કે, ભગવાન જુલગ કિશોરજીની કૃપાથી તેમને આ હીરો મળ્યો છે. હવે પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બાળકોને સારું શિક્ષણ મળશે અને વધુ સારી રોજગારીની તક ઉભી કરવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *