હીરાની ચમક જોઇને રફમાં રોકાણ કરનારા ડોકટરો, વકીલ, સીએ અને બિલ્ડરોને મંદી આવતા ધોળે દિવસે તારા દેખાઈ ગયા…

લોકડાઉન પછીના સમયમાં સુરત(surat) હીરા (diamonds) ઉદ્યોગમાં તેજી જોવા મળી હતી. કેટલાક હીરાના મોટા વેપારીઓ રફ હીરામાં રોકાણ કરીને ફસાઈ ગયા છે. જેમાં નાના વેપારીઓ,ડોક્ટર…

લોકડાઉન પછીના સમયમાં સુરત(surat) હીરા (diamonds) ઉદ્યોગમાં તેજી જોવા મળી હતી. કેટલાક હીરાના મોટા વેપારીઓ રફ હીરામાં રોકાણ કરીને ફસાઈ ગયા છે. જેમાં નાના વેપારીઓ,ડોક્ટર (doctors),સીએ(CA)  બિલ્ડર(builders) સહિત અન્ય વ્યવસાયો રશિયા યૂક્રેન યુદ્ધ પ્રારંભ દરમ્યાન ડાયમંડના ભાવ વધવાની લાલચે રફ હીરામાં રોકાણ કર્યું હતું અને અત્યારે તેઓ ફસાઈ ગયા છે.

રશિયન માઇનિંગ કંપની અલરોસાના હીરા વેચાણ પર અમેરિકાના પ્રતિબંધ પછી કંપનીએ મોસ્કો વાયા દુબઇ થઈ મુંબઇ, સુરતમાં રફનો મોટો જથ્થો ડિસ્કાઉન્ટ ભાવે ઠાલવી દેતા રોકાણકારોને મુદ્દલ ભાવ કરતા ૨૦ ટકા નુકસાન વેઠી બધી જ રફ વેચી દેવાનો સમય આવી ગયો છે.

આપેલા વેપારીઓએ સુરતના વરાછા, મીની બજાર, ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજારમાં રફ હીરાની કિંમત પર જે બોલી લગાવી હતી તેનો વિરોધ કર્યો હતો. અને તેઓએ રફ ખરીદવાની ના પાડી દીધી હતી. લગભગ એક મહિના પહેલા રશિયા યૂક્રેન પર હુમલો કર્યો હતો એ સમયે રફ હીરાની કિંમતમાં સાધારણ વધારો નોંધાયો હતો.

વેપારીઓએ રફ હીરાની સપ્લાય ઓછી થશે તેવી અપેક્ષાએ ઉંચી કિંમતે રફ તેજીમાં ખરીદી લીધા પછી 20% ભાવોમાં ગાબડું પડયું અને મોટી સંખ્યામાં વેપારીઓ ફસાઈ ગયા. ડોલરની અંદર રફની ખરીદી કરી રૂપિયામાં વેચવા જતાં કરન્સી નો ઘસારો પણ ભોગવવો પડ્યો.

એક મહિના પહેલા હીરા બજારમાં બોલી દરમ્યાન મોટો લોટ નોંધાવનાર હીરાના વેપારીઓ હવે આ રફ ખરીદવા માંગતા નથી. સુરત હીરા ઉદ્યોગના અગ્રણી ગોરધન કિકાણીએ જણાવ્યું હતું કે, જે લોકો હીરા ખરીદવા માટે બોલી લગાવીને બજારમાં ફરી રહ્યા છે તેમની સામે અત્યારે કોઈ પણ લીગલ કાર્યવાહી થઈ શકે તેમ નથી, કારણ કે આ સોદા મોખિકમાં લેવામાં આવ્યા હતા.

અત્યારના વેપારીઓ અજાણ્યા સાથે વેપાર કરશે નહીં. કેમકે,અત્યારે માર્કેટમાં આ વિશ્વાસનો માહોલ ઉભો થઇ ગયો છે. કાયદેસર રીતે કશું થઇ શકે તેમ નથી. જેથી કરીને અત્યારના વેપારીઓ ફક્ત અને ફક્ત જાણીતા લોકો સાથે જ વેપાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *