ઓડિશા(Odisha)ના રાયગડા(Rayagada) જિલ્લાના કેટલાક ગામોમાં ખુલ્લા પાણીના સ્ત્રોતમાંથી દૂષિત પાણી પીવાથી ઓછામાં ઓછા છ લોકોના મોત(Six people died) થયા છે અને 71 અન્ય લોકો ડાયરિયા(Diarrhea)ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા શનિવારે આ માહિતી આપવામાં આવી હતી.
આ ઘટનાને લઈને રાજ્ય વિધાનસભામાં હંગામો થયો હતો અને વિપક્ષ કોંગ્રેસે મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવેદનની માંગ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં કાશીપુર બ્લોકના જુદા જુદા ગામોમાં દૂષિત પાણી પીવાથી લોકોના મોત થયા હોવાના અહેવાલો છે.
તબીબોની ટીમે ગામડાઓની મુલાકાત લીધી હતી:
11 ડોકટરોની ટીમ દ્વારા આ ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને પાણી અને લોહીના નમૂનાઓ એકત્ર કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, દૂષિત પાણી પીવાના કારણે રોગની પ્રથમ માહિતી માલીગુડા ગામ અને બાદમાં દુદુકાબહાલ, ટિકરી, ગોબરીઘાટી, રાઉત ઘાટી અને જલખુરાથી મળી હતી.
તેમણે કહ્યું કે ડાંગસિલ, રેંગા, હડીગુડા, મેકંચ, સાંકરદા અને કુચીપાદર ગામમાં પણ ઘણા લોકો ડાયરિયાથી પીડિત છે અને તેમની ઘરે સારવાર કરવામાં આવી રહી છે.
ખુલ્લા પાણીના સ્ત્રોતમાંથી પાણી પીને બીમાર પડેલા 71 લોકોમાંથી 46 લોકોને ટિકરી પબ્લિક હેલ્થ સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આશ્રમ શાળાની 14 છોકરીઓને કાશીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને 11 છોકરીઓને થાલીબાર આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. દર્દીની હાલત બગડ્યા બાદ તેને કોરાપુટની SLN મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો.
જિલ્લા મેજીસ્ટ્રેટે દર્દીઓની માહિતી લીધી હતી:
રાયગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વધદેવ સિંહ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO) ડૉ લાલમોહન રાઉત્રે તબીબી કેન્દ્રોની મુલાકાત લીધી અને દર્દીઓના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. સીડીએમઓએ જણાવ્યું હતું કે માલીગુડામાં ખુલ્લા કૂવાનું પાણી દૂષિત હોવાનું જણાયું હતું અને સંબંધિત અધિકારીઓને ગામડાઓ માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોતની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.