શું સાચી પડી માઈક્રોસોફ્ટ અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી? Microsoft સર્વર ઠપ્પ વિશે પહેલાથી ચેતવ્યા હતા

Baba Venga Prophecy: વિશ્વભરના ઘણા વિન્ડોઝ યુઝર્સ કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે અચાનક બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કર્યો હતો, જેના કારણે તેમનું કમ્પ્યુટર બંધ થઈ ગયા હતા. જો કે હવે ફરીથી ચાલુ કરવામાં આવી રહ્યું છે. માઈક્રોસોફ્ટનું કહેવું છે કે ક્રાઉડસ્ટ્રાઈક(Baba Venga Prophecy) નામની એન્ટી વાઈરસ કંપનીના તાજેતરના અપડેટને કારણે આ સમસ્યા ઊભી થઈ છે.

આ સમસ્યા અંગે માઈક્રોસોફ્ટનું(Baba Venga Prophecy) કહેવું છે કે તેમની સેવામાં સમસ્યા સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી (ET). મધ્ય યુનાઇટેડ સ્ટેટ્સમાં Azure સેવાઓનો ઉપયોગ કરતા કેટલાક ગ્રાહકોને સમસ્યાઓનો અનુભવ થયો છે.

જો કે, માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર હેશટેગ #CyberAttack ટ્રેન્ડ થયું હતું. પરંતુ કંપનીએ સાયબર હુમલાના દાવાને નકારી કાઢ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા પર એ પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે કે બાબા વેંગાએ વર્ષો પહેલા 2024 માટે આપેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે.

2024 માટે બાબા વેંગાની આગાહીઓ શું હતી
બાબા વેંગા એક અંધ બલ્ગેરિયન રહસ્યવાદી હતા, જેમણે આગાહીઓની શ્રેણી પણ છોડી દીધી હતી, જે હજુ પણ લોકોને આકર્ષિત કરે છે. 9/11 અને બ્રેક્ઝિટ જેવી ઘટનાઓની આગાહી કરવા માટે જાણીતા, 2024 માટે તેમની આગાહીઓ પણ એટલી જ ખલેલજનક છે. તેમણે ટેક્નોલોજીકલ આપત્તિ, મેડિકલ ક્ષેત્રે પ્રગતિ, કુદરતી આફતોમાં વધારો જેવી બાબતોની આગાહી કરી હતી. જેમાં ટેકનિકલ દુર્ઘટના સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

તકનીકી આપત્તિ વિશે શું કહેવામાં આવ્યું હતું?
બાબા વેંગાએ 2024માં મોટી ટેક્નોલોજીકલ આપત્તિની આગાહી કરી હતી. આમાં મહત્વપૂર્ણ સાયબર હુમલાઓ અથવા જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સમાં નિષ્ફળતાઓનો સમાવેશ થઈ શકે છે, જેનાથી વ્યાપક વિક્ષેપ થાય છે. 2024 માટે બાબા વેંગાની આગાહી લગભગ સાચી સાબિત થઈ રહી છે.