લોકડાઉન અને કરફ્યુ માં તફાવત શું? જાણો અહીં

કોરોનાવાયરસ ના પ્રકોપને કારણે દેશના તમામ રાજ્યોમાં lockdown લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે અમુક રાજ્યોમાં કરફ્યુ લાદવામાં આવ્યુ છે. આખા દેશમાં COVID 19 ને ત્રીજા…

કોરોનાવાયરસ ના પ્રકોપને કારણે દેશના તમામ રાજ્યોમાં lockdown લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે અમુક રાજ્યોમાં કરફ્યુ લાદવામાં આવ્યુ છે. આખા દેશમાં COVID 19 ને ત્રીજા સ્ટેજમાં પ્રવેશવાથી અટકાવવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે. દેશમાં કોરોનાવાયરસ ના વધતા સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ 21 દિવસનો lockdown જાહેર કર્યા બાદ વધુ lockdown ની જાહેરાત કરી છે. જ્યારે અમુક રાજયોમાં હજુ પણ કરફ્યુ યથાવત્ છે. લોકોને પ્રશ્ન છે કે lockdown અને કરફ્યુમાં તફાવત શું છે? અને શા માટે આવું કરવામાં આવે છે. જેની માહિતી આજે તમને અહીં મળી જશે.

શું હોય છે LOCKDOWN?

Lockdown એક ઈમરજન્સી વ્યવસ્થા છે જેમાં જીવન જરૂરી સેવાઓ બંધ કરવામાં નથી આવતી દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં lockdown કરવામાં આવ્યું છે પરંતુ બેંક બેરી જીવન જરૂરિયાત સામન દુકાનો ખૂલી રહી શકે છે લોકોને ઘરે રહેવાની અપીલ કરવામાં આવે છે તેમને માત્ર આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવે છે જોકે આ આવશ્યક સુવિધાઓ શરૂ રાખવા માટે સ્થાનિક તંત્ર પર આધાર રાખે છે કે તેઓ કઈ સેવાઓ શરૂ રાખવા માંગે છે અને કઈ સેવાઓ બંધ રાખવા માંગે છે lockdown માં સ્થાનિક ખાનગી સંસ્થાઓ બંધ કરાવી દેવામાં આવે છે તેમને ઘરેથી કામ કરવાના આદેશ આપવામાં આવે છે જેનો ઉદ્દેશ એમ છે કે તેઓ ઘરે રહે અને સંક્રમણ ફેલાતું અટકે

Lockdown નો ભંગ કરવા બદલ જેલ મોકલી શકવામાં આવે છે તંત્રની જવાબદારી હોય છે કે તેઓ જરૂરી સેવાઓની home delivery એ પૂરી પાડે. જેથી લોકો જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે રસ્તાઓ પર ન આવે.

શા માટે કરવામાં આવે છે LOCKDOWN?

કોઈપણ પ્રકારના ભય થી લોકોને બચાવવા માટે LOCKDOWN કરવામાં આવે છે આવું માત્ર ભારતમાં જ નહીં વિશ્વના ઘણા દેશોમાં કરવામાં આવ્યું છે કોરોનાવાયરસ નો સંક્રમણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ન પહોંચે તે માટે લોકોને સામાજિક અંતર પાડવા માટે પોતાના ઘરે રહેવા ની અપીલ કરવામાં આવે છે

શું હોય છે કરફ્યુ?

Lockdown અને કર્ફ્યુ માં ઘણો ફરક હોય છે. સામાન્ય રીતે કર્યું ખૂબ ગંભીર પરિસ્થિતિઓમાં લગાવવામાં આવે છે. કર્ફ્યૂ દરમિયાન લોકોને પોતાના ઘર બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવતી નથી. જોકે આમાં છૂટછાટ પણ ખૂબ જ ઓછી હોય છે. કર્ફ્યૂ દરમિયાન માત્ર એવી સેવાઓ શરૂ રહે છે જે ખૂબ જ આવશ્યક હોય છે. કરફ્યું લગાવવામાં આવે તે વખતે લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ઘર બહાર ના નીકળે. ઉલ્લંઘન કરનારની ધરપકડ થઈ શકે છે અને દંડ પણ કરવામાં આવે છે. કરફ્યું દરમ્યાન જરૂરી સેવાઓ જેવી કે બેંક, શાકમાર્કેટ વગેરે સ્થળોએ તાળા લાગી જાય છે. જ્યારે કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવે, ત્યારે આ તમામ સેવાઓ નો લાભ લોકોને મળતો હોય છે અને લોકો ઘર બહાર નીકળી શકે છે.

કર્ફ્યૂ દરમિયાન શાળા કોલેજ બજાર તમામ સ્થળો બંધ રહે છે અને ખૂબ જ ઓછા સમય માટે છૂટછાટ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *