શું કોરોના સામે લડવા દેશના આરોગ્યકર્મીઓ પાસે પૂરતા સંસાધનો છે? જાણો અહીંયા

દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો અતિ ઝડપી રીતે વધી રહ્યા છે. આ સાથે જ હવે દેશનો મેડિકલ સ્ટાફ પણ આ જંગ જીતવા પુરી તૈયારી કરી…

દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો અતિ ઝડપી રીતે વધી રહ્યા છે. આ સાથે જ હવે દેશનો મેડિકલ સ્ટાફ પણ આ જંગ જીતવા પુરી તૈયારી કરી રહ્યો છે. આજ કડીમાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે જરૂરી ઉપકરણોની પણ યુદ્ધના ધોરણે ખરીદી થઈ રહી છે. પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (PPE) તેમાં સૌથી જરૂરી સુરક્ષા ઉપકરણ છે.

શું છે PPE કિટ?

કોરોના વાઈરસથી બચવા સામાન્ય નાગરિકો માસ્ક અને ગ્લવ્સ પહેરી રહ્યાં છે. જયારે પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર સહિતના મેડિકલ સ્ટાફને માથાથી પગ સુધી વાઈરસના ચેપથી બચવા માટે અનેક પ્રકારની વસ્તુઓ પહેરવી પડતી હોય છે. તેને જ PPE કિટ્સ કહેવાય છે. આટલું જ નહી, એક વખત ઉપયોગમાં લેવાયા બાદ PPEને બાયો હેજર્ડ વેસ્ટ તરીકે નષ્ટ કરવાની હોય છે.

દેશમાં PPEની હાલની સંખ્યા 3 લાખ થી વધુ

PPEની 1.7 લાખ કિટ ભારતને ચીનથી સોમવારે પહોંચી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં નિર્માણ પામેલ 20 હજાર PPE કિટનો પૂરવઠા સાથે હવે હોસ્પિટલોને 1.90 લાખ પીપીઈનો પૂરવઠો પૂરો પાડવામાં આવશે. દેશમાં હાલના સમયમાં 387473 પીપીઈ કિટ થઈ ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીમાં 2.94 લાખ PPE પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશમાં જ બનેલા 2 લાખ N-95 માસ્ક પણ હોસ્પિટલોને પૂરા પાડવામાં આવ્યા છે. આ સિવાય અન્ય સ્ત્રોતો પાસેથી મળેલા આજ શ્રેણીના 20 લાખ માસ્ક પહેલા જ હોસ્પિટલોને પૂરા પાડવામાં આવી ચૂક્યાં છે.

મોટા ભાગના આરોગ્ય વિભાગોમાં PPE કીટ ની અછત વર્તાઈ

જણાવી દઈએ કે, વિશ્વભરમાં ફેલાયેલા કોરોના સંકટના કારણે PPEની અછત વર્તાઈ રહી છે. આ ઉપરાંત તેમાં ઉપયોગમાં લેવાતી આયાતી સામગ્રીની કમીના કારણે પણ તેના પૂરવઠા પર અસર થઈ છે. એવામાં સરકારે કોરોના વાઈરસથી બચાવ માટે જરૂરી સુધારો કરીને PPE માપદંડોમાં ફેરફાર પણ કર્યો છે. આ સાથે જ મોટા પ્રમાણમાં PPE પૂરા પાડવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અનેક ઠેકાણે ડોક્ટરો વચ્ચે PPEની અછતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *