સુરત(SURAT): શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ગઈકાલે હજુ તો પોતાની મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન કરે તે પહેલા જ ડીંડોલી વિસ્તાર(Dindoli area)ની પરિણીતાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક મહિલાનો પતિ એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પતિ સહિતના સાસરીયાવાળા અન્ય લોકો દહેજ માટે અવાર-નવાર ત્રાસ આપતા હોવાથી પરણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પરિણીતાને બક્લમાં એક ચાર વર્ષનો બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. પરણીતાના આપઘાતથી ચાર વર્ષના માસુમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. અચાનક પરણીતાના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતક મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, 26 વર્ષીય નેહા વિનોદ બોરસે છેલ્લા 5 વર્ષથી ડીંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલ પાસે આવેલી શ્યામવિલા રેસીડેન્સીમાં વસવાટ કરે છે. ગત મંગળવારે પરણીતાની લગ્નની વર્ષગાંઠ હતી, અને તે દિવસે જ સવારે ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.
સમગ્ર ઘટના અંગે ડીંડોલી પોલીસના જણાવ્યા અનુસાર, નેહાએ ઘરમાં છત પર લગાવવામાં આવેલ હુંક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતક નેહાના પિતાએ ડીંડોલી પોલીસમાં તેણીના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી મહીતી અનુસાર, વિનોદ ભગવાન બોરસે સુરતની શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. નેહાના લગ્ન 14 માર્ચ 2017 ના રોજ વિનોદ સાથે થયા હતા. લગ્ન બાદ પાતે વિનોદ, સાસુ ચમંગા, સસરા ભગવાન અને નણંદ દિપાલી દહેજ માટે અવાર-નવાર નેહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
દહેજના ત્રાસથી કંટાળીને તેણીએ મંગળવારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. એક તબક્કે મૃતક નેહાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવ અંગે ડિંડોલી પોલીસે મૃતક નેહાબેનના પતિ વિનોદ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.