2015 ના પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્ય સરકારે સવર્ણ વર્ગ માટે અલગ અલગ યોજનાઓ જાહેર કરી હતી. સાથે સાથે બિન અનામત વર્ગના નિગમ અને આયોગની પણ રચના કરવામાં આવી હતી. જેમાં સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ અને લોન સબસીડી ની સુવિધાઓ જાહેર કરવામાં આવી છે.
પરંતુ એમ કેન પ્રકારે આ યોજનાઓ લોકો સુધી પહોંચવામાં સુચારૂ વ્યવસ્થા બની શકી નથી. જેને કારણે ગુજરાત માં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર રહેલા દિનેશ બાંભણીયા એ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બિન અનામત વર્ગ નિગમ અને આયોગને બંધ કરી દેવામાં આવે.
દિનેશ બાંભણિયા આ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનના પ્રયાસોથી બનાવવામાં આવેલ બિન અનામત વર્ગના આયોગ અને નિગમોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે, ટેલીફોન પણ ઉપાડતા નથી, કોઈ પ્રકારના જવાબ સમયસર મળતા નથી, એક વર્ષથી કરેલી અરજીઓનું હજુ પણ કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી,
ઘણી બધી રજૂઆતો પત્ર દ્વારા રૂબરૂ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. જેને લઇને વિદ્યાર્થીઓએ નિગમમાં કરેલી અરજીઓ પર લોન અથવા સહાયની અપેક્ષા ઓ સાથે પોતાના અભ્યાસની શરૂઆત કરે છે. પરંતુ સમયસર પૈસા ન મળતાં ભ્રષ્ટાચાર અને દેવામાં દટાઈ જાય છે જેથી પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
વધુમાં દિનેશ બાંભણિયા કહ્યું છે કે આ યોજનાઓનો ખરેખર આપવા ન માંગતા હોવ તો બિન અનામત વર્ગના આયોગ અને નિગમને બંધ કરી દેવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓ પોતાની બીજી વ્યવસ્થા અથવા તૈયારીમાં રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.