રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એના લગ્ન ને લઈ અને ચર્ચા માં છે. 6 વર્ષ સુધી એક બીજા ને ડેટ કર્યા પછી દીપિકા અને રણવીર એ ઇટલી ના એક લેક કોમો માં રોયલ લગ્ન કર્યા. ફક્ત 40 મહેમાનો ની હાજરી માં એમને સાત ફેરા ફર્યા. એના પછી 18 નવેમ્બર એ બંને મુંબઈ પાછા ફર્યા.
મુંબઈ એરપોર્ટ પર એમના સ્વાગત માટે લાખો ફેન્સ હાજર હતા. દીપિકા અને રણવીર મુંબઈ એરપોર્ટ પર એક જેવા કપડાં અને જુતા પહેરેલ નજરે ચઢ્યા. એ સમય દરમિયાન દીપિકા એ લાલ ચૂંદડી ઓઢી રાખી હતી. નવી વહુ ના સ્વાગત માટે રણવીર ના આખા ઘર ને લાઈટ થી સજાવી દેવા માં આવ્યું હતું.
દીપિકા અને રણવીર એ ઘર ની બહાર થી જ મીડિયા ને સંબોધિત કર્યા. રણવીર ની મા એ દીપિકા નો ગૃહ પ્રવેશ કરાવી અને સ્વાગત કર્યું.
એ સાથે જ નવા કપલ માટે એક ખરાબ ખબર આવી. ખબર અનુસાર , લગ્ન માં આંનદ કારજ વિધિ માટે ગુરુ ગ્રંથ સાહેબ ને હોટલ લઈ જવા પર ઇટલી નર્સ શીખ સમુદાય એ એમની નારાઝગી જાહેર કરી છે. આનંદ કારજ માટે કપલ એ ગુરુદ્વારા જવાનું હોય છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ના લગ્ન માટે ગુરુ ગ્રંથ સાહેબ ને ઇટલી ની હોટલ માં લઇ જવા માં આવ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની ખબર અનુસાર ઇટલી ના શીખ ઓર્ગેનાઇઝશન એ પ્રેઝીડેન્ટ એ આ મુદ્દો ઉઠાવ્યો અને એ એમને અકાલ તખ્ત ના જત્થેદાર સુધી પણ લઈ ગયા છે.
જત્થેદાર નું કહેવું છે કે એક વખત શિકાયત મળ્યા બાદ એ તેને આગળ લઈ જશે. જણાવી દઈએ કે રણવીર અને દીપિકા હવે 21 નવેમ્બર ના પેહલા બેંગલુરુ અને પછી 28 નવેમ્બર ના મુંબઈ માં રીસેપ્શન કરશે. આ પાર્ટી માં બૉલીવુડ ની ઘણી મોટી મોટી હસ્તીઓ શામિલ થશે. દીપવીર એ તેમના લગ્ન પર લગભગ 30 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે