જાણો ભારતના આ કોમેડિયન કરી રહ્યા છે કરોડોની કમાણી, ત્રીજું નામ અને કમાણી જાણીને ચોકી જશો

Published on: 1:24 pm, Wed, 1 May 19

ટીવીના ઘણા સુપર સ્ટાર્સના મુકાબલે ટીવીના ટૉપ 7 કૉમેડિયન એવા છે કે જે મહિનામાં લાખોની કરોડોની કમાણી કરે છે.

ધ કપિલ શર્મા શો હાલમાં ટીઆરપીમાં ટૉપ પર છે. આ કહેવામાં કોઈ શક નથી કે કપિલ શર્માએ પોતાના કમબેકને જોરદાર બનાવી દીધુ છે. કપિલના શોની સફળતાનો શ્રેય માત્ર કપિલને નથી જતો. આ વખતે ભલે તેની સાથે સુનીલ ગ્રોવર ન હોય પરંતુ કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ સાથે કીકુ શારદા અને બાકીના કૉમેડિયને મળીને આ શોને દર્શકો માટે મસ્ટ વૉચ બનાવી દીધો છે. સલમાન ખાનનું નામ નિર્માતા તરીકે કપિલ સાથે જોડાવુ તેમના માટે લકી રહ્યુ છે

મહિનામાં લાખો કરોડોની કમાણી

તમને જણાવી દઈએ કે ટીવીના ઘણા સુપર સ્ટાર્સના મુકાબલે ટીવીના ટૉપ 7 કૉમેડિયન એવા છે કે જે મહિનામાં લાખો કરોડોની કમાણી કરે છે. કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક સાથે એવા ઘણા કૉમેડિયન છે કે જે ટીવી પર તો સુપરહિટ છે. તેનીસાથે કમાણીના મામલે પણ આ બધા કૉમેડિયને પોતાની જગ્યા ટૉપ પર બનાવી દીધી છે. તમને જણાવી દઈએ કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકના કારણે જ ટીવી પર કૉમેડીને એક અલગ સ્થાન મળ્યુ છે. ભારતી સિંહે પણ મહિલા તરીકે કૉમેડિયન પોતાની અલગ અને ખાસ ઓળખ બનાવી છે. ચાલો જોઈએ આખુ લિસ્ટ…

કપિલ શર્મા

કપિલ શર્માના દરેક એપિસોડની કમાણી લગભગ 20થી 30 લાખ હોય છે. તેના લાઈવ શોની કમાણી કરોડોમાં હોય છે.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક એક એપિસોડ માટે 35 લાખની કમાણી કરે છે.

ભારતી સિંહ

ભારતી એક દિવસના 28 લાખ ચાર્જ કરે છે. તેના લાઈવ શોની કમાણી તેમાથી વધુ હોય છે.

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર દરેક એપિસોડના 18 લાખ ચાર્જ કરે છે. તેના લાઈવ શોની કિંમત લગભગ 30થી 50 લાખ વચ્ચે છે.

કીકુ શારદા

કીકુ શારદા 10થી 15 લાખ દરેક એપિસોડના ચાર્જ કરે છે.

સંકેત ભોસલે

સંકેત ભોસલે દરેક એપિસોડ માટે લગભગ 9થી 15 લાખ ચાર્જ કરે છે.

અલી અસગર

અલી અસગર દરેક દિવસના 10થી 12 લાખ રૂપિયા કમાય છે.