Gujarat Train Cancelled: ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અત્યારે માર્ગ વ્યવહાર સાથે સાથે રેલ્વે વ્યવહારને પણ અસર થઈ છે. જો આ અંગે વિગતવાર વાત કરવામાં આવે તો, વરસાદને લઈને રેલવે વ્યવહાર પર અસર યથાવત જોવા મળી છે. નોંધનીય છે કે, ભારે વરસાદને પગલે ત્રણ દિવસમાં 100 થી વધુ ટ્રેનને અસર સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ મોટા ભાગની ટ્રેનો રદ(Gujarat Train Cancelled) કરવામાં આવી હતી. ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે 21 ટ્રેનો રદ કરવી પડી હતી અને 30 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ભારે વરસાદને કારણે તેલંગાણાના કેસામુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચેના રેલવે ટ્રેકને નુકસાન થયું છે.
ભારે વરસાદની અસર રેલવે પર પડી
નોંધનીય છે કે, ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત જોવા મળ્યો છે. પહેલા પણ વરસાદના કારણે વડોદરા ડિવિઝન દ્વારા ટ્રેનો માટે વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ હવે વરસાદના કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 100થી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી. ઘણી ટ્રેનોના રૂટ બદલવા પડ્યા. વરસાદના કારણે અનેક રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બંને રાજ્યોમાં પૂરની સ્થિતિને પગલે પીએમ મોદીએ રવિવારે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બંને મુખ્ય પ્રધાનોને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
ટ્રેનો રદ
દક્ષિણ મધ્ય રેલ્વેએ 20 થી વધુ ટ્રેનો રદ કરી છે અને 30 થી વધુના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલ્વેએ લોકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. હેલ્પલાઇન નંબરો છે, હૈદરાબાદ-27781500, વારંગલ-2782751, કાઝીપેટ-27782660 અને ખમ્માન-2782885. રાજ્યોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે વાત કરી અને ભારે વરસાદ અને પૂરને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોની સ્થિતિ વિશે માહિતી લીધી.
ડાયવર્ટ ટ્રેનો
સાઉથ સેન્ટ્રલ રેલવે (એસસીઆર) એ રવિવારે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રદ કરાયેલી 21 ટ્રેનોમાં 12669 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી છપરા, 12670 છપરા-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, 12615 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-નવી દિલ્હી, 12616 નવી દિલ્હી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ છે.
તેમજ 12763 તિરુપતિ-સિકંદરાબાદ, 22352 SMVT બેંગલુરુ-પાટલીપુત્રા, 22674 મન્નારગુડી-ભગત કી કોઠી, 20805 વિશાખાપટ્ટનમ-નવી દિલ્હી અને અન્ય છ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ મધ્ય રેલવેએ બે ટ્રેનો SMVB બેંગલુરુ-દાનાપુર અને દાનાપુર-SMVB બેંગલુરુને પણ ડાયવર્ટ કરી છે. આ ટ્રેનોના મુસાફરોને રોડ માર્ગે કાઝીપેટ જંકશન લઈ જવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના લીધે ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. વરસાદ રાહત આપવાને બદલે પાયમાલી સર્જી રહ્યો છે. જેના કારણે રોડ ટ્રાન્સપોર્ટ ઉપરાંત રેલ ટ્રાફિકને પણ ભારે અસર થઈ છે. રેલ્વે ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાય ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઘરેથી નીકળતા પહેલા એકવાર આ ટ્રેનોનું લિસ્ટ જોઈ લો. આમાની કેટલીક ટ્રેનો પૂર્વવત્ પણ થઈ ગઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App