ટ્યુશનની આડમાં હવસખોર શિક્ષકે પાંચથી આઠ વર્ષની 9 દીકરીઓનું યૌન શોષણ કર્યું

આમ તો ગુરુ-શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આજ કાલ ઘણા એવા કિસ્સાઓ આવે છે જે ગુરુ-શિષ્યના આવા પવિત્ર સંબંધને લાંછન લગાવતા…

આમ તો ગુરુ-શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આજ કાલ ઘણા એવા કિસ્સાઓ આવે છે જે ગુરુ-શિષ્યના આવા પવિત્ર સંબંધને લાંછન લગાવતા હોય છે. ત્યારે હાલમાં જ બિહાર માંથી(Bihar) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મળેલી માહિતી અનુસાર એક શિક્ષક ટ્યુશનની(Tuition) આડમાં માસૂમ દીકરીઓ સાથે ગંદા કામો કરતો હતો.

એક પ્રાઇવેટ ટ્યુશન શિક્ષકે અનેક સગીર માસૂમ છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું. આ શિક્ષકના હવસનો શિકાર બનેલી છોકરીઓ લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના દલિત સમાજમાંથી આવે છે. મળેલી માહિતી મુજબ, આરોપી 24 વર્ષીય યુવક સિન્ટુ કુમાર તેના જ ઘરમાં નાના બાળકોને ટ્યુશન ભણાવે છે, પરંતુ ટ્યુશન ભણાવવાની સાથે સાથે તે ત્યાં ભણતી છોકરીઓ સાથે ગંદું અને અશ્લીલ કામ પણ કરતો હતો.

જાણવા મળ્યું છે કે, તેણે ગામની એક ડઝન માસૂમ છોકરીઓ સાથે ગંદું કામ કર્યું હતું. આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે ટ્યુશન ભણાવતા શિક્ષકના આ ગંદા કામથી પરેશાન એક છોકરીએ તેની માતાને કહ્યું કે તે ભણવા નહીં જાય. કારણ પૂછતાં યુવતીએ શિક્ષકની તમામ હરકતો સામે મૂકી હતી. ત્યારબાદ ધીરે ધીરે ઘણી છોકરીઓએ આ અંગે પોતાના પરિવારના સભ્યોને ફરિયાદ કરી. પીડિત તમામ યુવતીઓ 5 વર્ષથી 8 વર્ષની વયજૂથની છે. ત્યારબાદ 9 પીડિતાના પરિજનોએ લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ આપીને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઘટના બાદથી 24 વર્ષીય આરોપી ખાનગી શિક્ષક ફરાર છે, જ્યારે ગ્રામજનોમાં ખુબ જ રોષ છે.

પીડિત યુવતીઓએ જણાવ્યું હતું કે, તેમને ટ્યુશન ભણાવતા શિક્ષક સિન્ટુ સર તમામ છોકરા-છોકરીઓને રજા આપતા હતા અને એક-બે છોકરીઓને રોકતા હતા. ત્યારબાદ ગંદી અશ્લીલ હરકતો કરતો હતો. તે લગભગ 2 મહિનાથી આ શરમજનક કૃત્ય કરી રહ્યો હતો. ત્યારબાદ આ યુવતીઓએ તેના પરિવારજનોને આ અંગે જણાવ્યું. પહેલા તો પરિવારજનોને સાંભળીને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે બે-ત્રણ છોકરીઓએ આ વાત તેમના પરિવારના સભ્યોને જણાવી તો શિક્ષકનું ગંદું કૃત્ય સામે આવ્યું.

યુવતીઓ સાથે બનેલી આ ઘટના સાંભળીને પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્યુશન ભણાવતા યુવકના પરિવારજનોને ફરિયાદ કરી તો તેમને મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. 9 પીડિત યુવતીઓના પરિવારજનોએ લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જમુઈના SDPO ડૉ. રાકેશ કુમારે જણાવ્યું કે આરોપી ટ્યુશન ભણાવનાર શિક્ષક ફરાર છે, તેની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. તેમજ પોલીસે ગામ અને ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. અને પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને જલ્દીથી શોધી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *