હાલમાં જ હિંમતનગરમાંથી(Himmatnagar) એક ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસની બેદરકારી સામે આવી છે. કાણીયોલની એક યુવતીના ગુમ થવાના કિસ્સામાં આક્ષેપિત યુવકને રૂરલ પોલીસે ઘેરથી ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લાવી પોલીસે ઢોર માર મારતાં યુવક બેહોશ થઇ ગયો હતો, આ ઘટના બહાર આવતા સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો છે. ત્યારબાદ આ યુવકને સિવિલ હોસ્પીટલમાં(Civil Hospital) દાખલ કરવામાં આવ્યો છે. પીડિત યુવકના જણાવ્યા અનુસાર તેના પરિવારે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.
યુવતીને ભગાડી જવાની શંકાએ પૂછપરછ માટે બોલાવ્યા:
મળતી માહિતી અનુસાર અહી કાણીયોલની એક યુવતી દસેક દિવસ અગાઉ ગુમ થઈ છે. આક્ષેપિત યુવક લીખી ગામનો છે. આ યુવકના કાકાના દીકરા દીપેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ અને આક્ષેપિત યુવકના પિતાને રૂરલ પોલીસે બોલાવ્યા હતા. દિપેન્દ્રસિંહે જણાવ્યું કે, હોળીના આગળના દિવસે બપોરે બે વાગ્યે કાણીયોલની યુવતી ગુમ થઈ હતી, આ યુવતીને મારા મોટાબાપાના પુત્રએ ગુમ કરી હોવાની શંકાને કારણે પોલીસે બોલાવ્યા હતા.
પોલીસે બોલાવ્યા હોવાને કારણે, હું અને મારા મોટાબાપા રૂરલ પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં પોલીસે અમારી પૂછપરછ કર્યા બાદ રાત્રે સાડા દસેક વાગે ઘેર પરત આવી ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે રૂરલ પીએસઆઇ રહેવરનો ફોન આવ્યો હતો. પીએસઆઇએ ફોન કરીને જણાવ્યું કે, આ ઘટના અંગેના ફોટા જોવાના છે તેથી તમે પાછા આવો. આ દરમિયાન અમે કહ્યું કે, સવારે આવીશું ત્યારે પીએસઆઇએ કહ્યું કે અત્યારે જ આવવું પડશે. પીએસઆઇનો ફોન આવ્યા બાદ રાત્રે લગભગ બારેક વાગે ચાર જણા ગાડી લઈને આવ્યા હતા અને બંનેને બેસાડીને રૂરલ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
પોલીસ સ્ટેશન લઇ જઈ માર માર્યો:
પીડિત યુવકના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનમાં તે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો તથા અપશબ્દો બોલ્યા હતા. ઢોર માર મારતા તે યુવક બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ મિત્રો અને સંબંધીઓએ સવારે હિંમતનગર સિવિલમાં સારવાર માટે લઇ આવ્યા હતા અને ત્યાંથી બે પોલીસકર્મીઓ આ યુવકનું નિવેદન લખીને લઈ ગયા છે ત્યારબાદ ફરિયાદ નોંધી કે નથી નોંધી તેની ખબર નથી. આ ઘટનાને કારણે રૂરલ પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. પીડિત યુવકના જણાવ્યા અનુસાર, હાજર અન્ય એક પોલીસ કર્મીએ યુવકનો મોબાઈલ એક મહિનાથી બંધ હોવાનું જણાવવા છતાં યુવકને ઢોરમાર માર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.