ફરી ધમધમતું થશે પાટીદાર આંદોલન! જાણો ગઈકાલે નરેશ પટેલ અને પાસ વચ્ચે મળેલી બેઠકમાં શું થઇ ચર્ચા?

ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(PAAS) સમયે થયેલા કેસોના મામલે હવે પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનોએ પોલીસ દ્વારા કરવામાં આવેલ કેસ પાછા ખેંચવા માટે સરકારને 6 માર્ચ…

ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(PAAS) સમયે થયેલા કેસોના મામલે હવે પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનોએ પોલીસ દ્વારા કરવામાં આવેલ કેસ પાછા ખેંચવા માટે સરકારને 6 માર્ચ સુધીનું અલ્ટીમેટમ(Ultimatum) આપવામાં આવ્યું છે અને જો કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં નહી આવે તો સમગ્ર રાજ્યમાં ફરી આંદોલન ધમધમતું થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે પાટીદાર આંદોલન સમિતિના આગેવાનોની યોજાઈ હતી બેઠક:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પાટીદાર આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા દ્વારા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે કાગવડ ખાતે મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને પાસ નેતા ધાર્મિક માલવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

યોજવામાં આવેલી આ બેઠકમાં પાસના આગેવાનો દ્વારા પાટીદાર યુવકો પર કરવામાં આવેલ કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ અગાઉ પણ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર યુવકો પર થયેલા કેસ પરત ખેંચવા અંગે સરકાર સામે પાટીદાર આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સરકાર દ્વારા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. જેને કારણે પાટીદાર નેતાઓ સતત કેસ પરત ખેંચવાની માગ કરી રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી આંદોલન મુદ્દો ગુંજ્યો:
આ અગાઉ પણ પાટીદાર આંદોલન સમયના કેસ 23 માર્ચ પહેલા પરત ખેંચવામાં નહી આવે તો આંદોલન કરવાની હાર્દિક પટેલ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. આ અંગે હાર્દિક પટેલે જણાવતા કહ્યું હતું કે, અમે કેસ પાછા ખેંચવા માટે પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું. વધુમાં હાર્દિકે ઉમેર્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ શરુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *