માસ્કધારી ચોર બેંકમાં ઘુસ્યો અને 1.93 લાખ રૂપિયાનો હાથ ફેરો કરી ગયો- CCTV જોઇને ચોંકી ઉઠ્યો સ્ટાફ

સુરત(Surat): ભાગળ(Bhagal) સ્થિત SBI બેંક(SBI bank robbery)ની શાખામાં મહિલા કેશીયર બેંકની બાજુમાં સીડીએમ મશીનમાં જતા વેંત અજાણ્યા માસ્કધારી યુવાને કેશીયરની કેબીનમાંથી રોકડા 1.93 લાખ લઈને…

સુરત(Surat): ભાગળ(Bhagal) સ્થિત SBI બેંક(SBI bank robbery)ની શાખામાં મહિલા કેશીયર બેંકની બાજુમાં સીડીએમ મશીનમાં જતા વેંત અજાણ્યા માસ્કધારી યુવાને કેશીયરની કેબીનમાંથી રોકડા 1.93 લાખ લઈને રફુચક્કર થઇ જતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે CCTV ફુટેજના આધારે ચોરને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, શહેરના મોરાભાગળ સ્થિત SBI બેંકની શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા વિમલાબેન વિજય પટેલ (ઉ.50 રહે. ૧૧૨, નુતન રો હાઉસ, વિદ્યાકુંજ સ્કૂલની પાસે, પાલનપુર જકાતનાકા, સુરત) રાબેતા મુજબ જ બુધવારના રોજ બેંકમાં ગયા હતા. પોતાની કેબીનમાં જઇ ડ્રોઅરમાંથી રોકડા 5 લાખ રૂપિયા કાઢી ટેબલ પર મુકયા હતા. ત્યાર પછી તેઓ બેંકની બાજુમાં આવેલા સીડીએમ મશીન પાસે ચાલ્યા ગયા હતા. જયાં બેંકના ખાતેદારે આવી કહ્યું હતું કે, મેડમ તમારા ડ્રોઅરમાંથી કંઇક ગયું હોય તેવું લાગે છે.

જેને કારણે વિમલાબેન તુરંત જ પોતાની કેબીનમાં દોડી ગયા હતા અને ત્યાં ચેક કરતા 5 લાખ રૂપિયા ગાયબ હતા. જેથી વિમલાબેન તરત જ બેંકના CCTV ફૂટેજ જોતા અંદાજે 35 વર્ષીય યુવાન કેશિયર કેબીનની અંદર આવી ડ્રોઅર ખોલી તેમાં મુકેલા રોકડા 1.93 લાખ રૂપિયા કાપડની થેલીમાં મુકીને લઇ જતો અને બેંકમાંથી ઝડપથી બહાર જતા નજરે ચડ્યો હતો. રાંદેર પોલીસની તપાસમાં રોકડ રૂપિયા લઈને જવામાં  એક નહીં પરંતુ ચારથી પાંચ જણા હોવાનું અને ત્રણથી ચાર રીક્ષા બદલી કામરેજ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *