રાકેશ ટિકૈતે નરેન્દ્ર મોદી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનને કરી આ ખાસ અપીલ- જાણો શું કહ્યું?

ભારતમાં કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા  ખેડૂત આંદોલનને હવે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે આંદોલનમાં ખેડૂતો પીછેહઠ કરવા માટે તૈયાર નથી, તો બીજી…

ભારતમાં કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા  ખેડૂત આંદોલનને હવે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે આંદોલનમાં ખેડૂતો પીછેહઠ કરવા માટે તૈયાર નથી, તો બીજી બાજુ સરકાર પણ પીછે હઠ કરવા માટે તૈયાર નથી. ત્યારે આંદોલનને વધુને વધુ સક્રિય અને ઉગ્ર બનાવવા માટે થનગની રહેલા રાકેશ ટિકૈત એક વખત ફરી ચર્ચામાં આવ્યા છે. દેશના આંતરિક મુદ્દામાં અમેરિકાના રાષ્ટ્રપતિથી હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે જે બાદ ઘણા બધા લોકો તેનો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા બાદ હવે તમામની નજર પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચેની બેઠક પર છે. આજે ભારતીય સમય અનુસાર, પીએમ મોદી-બાયડનની દ્વિપક્ષીય બેઠક વ્હાઈટ હાઉસમાં રાત્રે 8.30 કલાકે થવા જઈ રહી છે. આ બેઠક પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને દરેકનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવવા માટે જો બાયડનને અપીલ કરી છે.

રાકેશ ટિકૈતે જો બાયડનને કરી વિંનતી:
રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમે ભારતીય ખેડૂતો મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા 3 કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ. છેલ્લા 11 મહિનામાં 700 ખેડૂતો સરકારની વિરુધમાં આંદોલન કરતા કરતા મૃત્યુ પામ્યા છે. અમને બચાવવા માટે આ કાળા કાયદાઓ રદ કરવા જોઈએ. પીએમ મોદીને મળતી વખતે અમારી ચિંતા પર ધ્યાન આપો.

પ્રથમ વખત થશે સામ સામે બેઠક:
તમને જણાવી દઈએ કે, જો બાયડન રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી સાથે બેઠકનું આયોજન કરવા જઈ રહ્યા છે. છેલ્લા 8 મહિનામાં બે વખત પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ છે. પરંતુ આજે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત બાયડન પીએમ મોદીને રૂબરૂ મળશે.

આ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા:
વ્હાઇટ હાઉસમાં યોજાનારી પીએમ મોદી-બાયડનની પ્રથમ બેઠક દરમિયાન સંરક્ષણ, પરસ્પર સંબંધો, ભારતીયોના વિઝા અને વેપાર પર ચર્ચા થવાની સંભાવના છે. કુટનીતિ અને સંરક્ષણ બંને દ્રષ્ટિએ આ સૌથી મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. આ દરમિયાન આતંકવાદ સાથે અફઘાનિસ્તાન મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાનના અમેરિકા પ્રવાસ પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલાએ આ અંગે માહિતી આપી હતી. બેઠકમાં ભારત બાયડને વહીવટીતંત્રને અફઘાનિસ્તાન અંગેની પોતાની ચિંતાઓ પણ જણાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *