દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણીને કેન્સર? જાણો શું કહ્યું ભાઈ સુંદર લાલે…

ટીવી(TV) જગતનો સૌથી લાંબો ચાલતો કોમેડી શો(comedy show) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka Ulta Chashma)’ આજે પણ લોકો તેને ખુબ જ પસંદ કરે…

ટીવી(TV) જગતનો સૌથી લાંબો ચાલતો કોમેડી શો(comedy show) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka Ulta Chashma)’ આજે પણ લોકો તેને ખુબ જ પસંદ કરે છે. લોકો આ શોના દરેક કલાકારને ખૂબ પસંદ કરે છે. તેમાં પણ ખાસ કરીને દિશા વાકાણી(Disha Vakani), જે દયાબેન (Dayaben)નું પાત્ર ભજવે છે. દિશા ભલે શોમાંથી ઘણી દૂર નીકળી ગઈ હોય, પરંતુ ચાહકો હજુ પણ તેની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે દયાબેન પાછા આવવાના છે પરંતુ હજુ સુધી દયાબેનનો કોઈ પત્તો લાગ્યો નથી. પરંતુ આ દરમિયાન દયાબેનના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે.

શું થયું દિશાને?
અહેવાલો અનુસાર, દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. આ બીમારી થવા પાછળનું કારણ સિરિયલમાં દયાબેન જે વિચિત્ર રીતે બોલતાં હતાં એ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

મયૂર વાકાણીએ શું કહ્યું?
ત્યારે આ અંગે મયૂર વાકાણીએ જણાવ્યું હતું કે, ‘આ માત્ર એક અફવા છે. હું ચાહકોને વિનંતી કરીશ કે આવી અફવાઓ પર ધ્યાન ના આપે અને પેનિક ના થાય. હું નિયમિત રીતે દિશાના સંપર્કમાં રહું છું અને કંઈપણ થયું હોત તો સૌ પહેલા મને જ આ વાતની જાણ થાત. દિશા એકદમ ઠીક છે અને તેને ખ્યાલ છે કે અફવાઓને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ. તે આ બધી વાતોને હળવાશથી લે છે.’

અવાજ ભગવાનની ભેટ હોવાનું કહ્યું હતું:
2010માં જ્યારે શોમાં દયાબેનની વાત કરવાની સ્ટાઈલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દિશાએ કહ્યું કે, દરેક વખતે એક જ અવાજ જાળવી રાખવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ભગવાનની કૃપાથી તેના અવાજ કે ગળાને કોઈ નુકસાન થયું નથી. નોંધનીય છે કે દિશા વાકાણી એ સમયે રોજ 11-12 કલાક સુધી શૂટિંગ કરતી હતી.

દિલીપ જોષીએ શું કહ્યું?
ત્યારે આ અંગે દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. તેઓ બસ એટલું જ કહેશે કે આ બધી અફવા છે અને એના પર ધ્યાન ના આપશો.

આ વર્ષે દીકરાની માતા બની:
ત્યારે હવે દિશાના જીવન વિશે વાત અક્રીએ તો, તેણે 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. પરંતુ તે હજુ સુધી શોમાં પરત ફરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *