આલિયા ભટ્ટના મંગળસૂત્રમાં છુપાઈ છે રણબીરની આ ખાસ વસ્તુ- જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ!

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર(Alia Bhatt and Ranbir Kapoor): ગઈકાલ કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર માટે યાદગાર બની ગઈ છે. છેવટે, આ તે સુંદર દિવસ…

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર(Alia Bhatt and Ranbir Kapoor): ગઈકાલ કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર માટે યાદગાર બની ગઈ છે. છેવટે, આ તે સુંદર દિવસ છે જ્યારે આલિયા અને રણબીર જીવનભરના સાથી બન્યા હતા. આલિયાએ તેના સોશિયલ મીડિયા પર તેના લગ્નના ફોટા પણ શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક આલિયા-રણબીરને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રેમ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આલિયા રણબીરને બેહદ પ્રેમ કરે છે, આ વાત કોઈનાથી છુપી નથી. પરંતુ આલિયાના રણબીર પ્રત્યેના પ્રેમની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અભિનેત્રીના વેડિંગ લૂકમાં બધું જ રણબીર સાથે જોડાયેલું હતું.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ?☀️ (@aliaabhatt)

રણબીરે આલિયા ભટ્ટને લગ્નમાં જે મંગળસૂત્ર પહેર્યું હતું તે મંગળસૂત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો તમે મંગળસૂત્રને ધ્યાનથી જોશો, તો તમને રણબીર કપૂરનો લકી નંબર 8 દેખાશે, જે હવે હંમેશા આલિયા સાથે રહેવાનો છે. આલિયાના મંગળસૂત્રમાં સોનાની ચેન છે, જે કાળા મોતીથી જડેલી છે. ડાયમંડ પેન્ડન્ટની ઉપર ઇન્ફીનિટીની નિશાની છે એટલે કે 8, જે રણબીરનો લકી નંબર છે.

આલિયા ભટ્ટના મંગલસૂત્ર ઉપરાંત તેના કલિયર પર 8 નંબર પણ લખવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, આલિયાએ રણબીરની સાથે તેનો લકી નંબર 8 કાયમ માટે પોતાનો બનાવી લીધો છે. એવા અહેવાલો છે કે, કલીરો અને મંગળસૂત્ર ઉપરાંત, આલિયાએ તેના મહેંદી કલાકારને ઇન્ફીનિટી ડિઝાઇન કરવા કીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *