હાર્દિક પટેલના કેસરિયા થતા જોઇને ભાજપમાં ભડકો- જુઓ નેતાઓ સહીત કાર્યકર્તાઓએ કેવી રીતે હૈયા વરાળ ઠાલવી

હાર્દિક પટેલે કેસરિયા તો કરી લીધા છે પરંતુ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે. હવે માત્ર કાર્યકર્તાઓ જ નહીં નેતાઓ પણ પોતાની નારાજગી જાહેર…

હાર્દિક પટેલે કેસરિયા તો કરી લીધા છે પરંતુ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે. હવે માત્ર કાર્યકર્તાઓ જ નહીં નેતાઓ પણ પોતાની નારાજગી જાહેર માં વ્યક્ત કરી રહ્યા છે. સુરત ભાજપના મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.

તેઓએ ભાજપ મોવડી મંડળ બરાબર ચાલતા વિવિધ પોસ્ટ કરીને પોતાનો દિલનો દર્દ બહાર કાઢયું છે. આટલું જ નહીં ગુજરાત ભરમાંથી કાર્યકર્તાઓ અને નેતાઓના મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે.

પહેલેથી જ ભાજપના નેતાઓને હાર્દિક પટેલ સાથે વાંધો રહ્યો છે. હોળી નેતાઓની વાત કરીએ તો નીતિન પટેલ, વરૂણ પટેલ, દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓ હાર્દિક પ્રત્યેનો રોષ જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે હવે કામ અને તેઓએ ભાજપમાં તેમને આવકાર આપવો પડયો છે.

પાટીદારોમાં પણ હાર્દિક પટેલ ના ભાજપમાં જવા પર અલગ-અલગ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ટ્વિટર અને ફેસબુક માં યુદ્ધ ચાલી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાર્દિક પટેલ નો દાવ લઈ રહ્યા છે અને તેના જૂના નિવેદનોને બહાર લાવીને હાર્દિક પટેલ પર તંજ કસી રહ્યા છે.  અહીં આપ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ અને જોઈ શકો છો. જેમાં વિરોધીઓ હાર્દિક પટેલને કેવી રીતે આડે હાથે લઇ રહ્યા છે. તે જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “હાર્દિક પટેલના કેસરિયા થતા જોઇને ભાજપમાં ભડકો- જુઓ નેતાઓ સહીત કાર્યકર્તાઓએ કેવી રીતે હૈયા વરાળ ઠાલવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *