અહિયાં એકાએક દર્દીઓથી છલકાઈ હોસ્પિટલ! એકસાથે 200 લોકોને કરવા પડ્યા દાખલ

ગુજરાત(Gujarat): લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ(Food poisoning)ના કેસના ખુબ જ વધારો જોવા મળી રહ્યું છે. વીસનગર, ભાવનગર, સુરત પછી હવે છોટાઉદેપુર(Chhotaudepur)માં લગ્ન પ્રસંગ દરમિયાન એકસાથે ઢગલાબંધ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન જમણવારમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હતું. જેને પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી અને હોસ્પિટલ ફૂલ થઇ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુરમાં કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગે જમણવાર પછી ફૂડ પોઇઝનિંગની અનેક લોકોને અસર થઈ હતી. એક પરિવારમાં દીકરીના લગ્ન પ્રસંગ દરમિયાન વડોદરાથી જાન આવી હતી. જેમાં બપોરના જમણવાર પછી લોકોને ફૂડ પોઇઝનિંગની ધીમે ધીમે અસર થવાની શરૂઆત થઈ હતી. એક પછી એક લોકોને અસર થતા તરત જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક પછી એક એમ અંદાજે 200 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડોદરાથી આવેલા જાનૈયાઓને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેને કારણે સ્થાનિક હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતીઅને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. દર્દીઓ વધારે પ્રમાણમાં આવી જતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા.

જણાવી દઈએ કે, સાંજના છ વાગ્યાથી દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવતા અત્યારસુધી દર્દીઓનો આંકડો 200 સુધી પહોંચી ગયો છે. આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવી હતી અને જિલ્લાની અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટર અને નર્સને પણ બોલાવવામાં આવ્યા હતા, જેથી તમામને સારવાર મળી રહે. જોકે હાલ તમામની હાલત સ્થિર હોવાથી આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *