એક બાવીસ વર્ષની છોકરીની સુંદરતા જ તેની દુશ્મન બની ગઈ. જે મકાનમાં તે ભાડેથી એકલી રહેતી હતી તે જ મકાન માલકિનએ તેને દેહવ્યાપાર માટે ટોર્ચર કરી ત્યારબાદ તેના વાળ કાપી નાખવામાં આવ્યા અને આઇબ્રો પણ કાપી નાખ્યો. 33 જગ્યા પર તેના શરીરે ડામ આપવામાં આવ્યા અને પાંચ દિવસ સુધી ભૂખી તરસી રાખવામાં આવી. મૃત્યુ બાદ લાશને ચાલાકીથી ઠેકાણે પાડવાની વ્યવસ્થા પણ થઇ ગઇ હતી.
આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં સનસની ખેજ દિવ્યા મર્ડર કેસમાં છ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં 22 વર્ષની છોકરીની તડપાવી તડપાવી ને હત્યા પાછળ દેહવ્યાપારમાં ધકેલવા નું કાળું સત્ય સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યા મર્ડર કેસમાં મુખ્ય આરોપી દિવ્યાની મકાન માલિક છે. જેણે દિવ્યાને દેહવ્યાપારમાં ધકેલવા માટે ટોર્ચર કર્યા બાદ હત્યા કરી દીધી.
પોલીસને ગુરુવારે 22 વર્ષની એક છોકરી ની સંદિગ્ધ હાલતમાં એક મૃતદેહ મળ્યો. પોલીસને આ જાણકારી ત્યારે મળી જ્યારે છોકરીની ડેડબોડીને આરોપીઓ અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. જ્યારે પોલીસે મૃતકની મકાનમાલિકને આ વિશે પ્રશ્ન પૂછ્યા તો તેણે બીમારીને કારણે દિવ્યા નું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું.
બાદમાં જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો તો તેમાં દિવ્યા ના શરીર પર 33 જખ્મો મળી આવ્યા હતા. તેનાથી કારણ કે પ્રારંભિક રીતે આ ખબર પડી કે દિવ્યાનું ટોર્ચર કર્યા બાદ મર્ડર કરવામાં આવ્યું હતું. દિવ્યાના હાથ અને પગને સળગતા લાકડા વડે ડામવામાં આવ્યા હતા. તેના વાળ અને આઇબ્રો પણ કાપી નાખવામાં આવ્યા હતા.તેને પાંચ દિવસ સુધી ભૂકી તરફથી રાખવામાં આવી હતી જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news