પ્રેરણાદાયી પ્રસંગ: કહેવત છે ને જ્યાં શ્રધ્ધા, વિશ્વાસ અને હિમ્મત હોય ત્યાં સફળતા તમારી નજીક જ હોય. અક્ષર નોલેજ વેલી શાળાનો બાળક દિવ્યમ્ સુતારીયા કે.જી નર્સરી માં અભ્યાસ કરે છે. ગયા અઠવાડિયે ઘરની આસપાસ રમતા પડી ગયો અને જમણા હાથમાં મચકોડ આવી. જોવામાં મચકોડ સામાન્ય હતી એટલે તેના મમ્મીનો શાળા પર કોલ આવ્યો કે પરીક્ષા શરૂ થાય છે અને શાળામાં રિવિઝન ચાલે છે. તકલીફ આવી છે એટલે દિવ્યમ્ શાળાએ નહીં આવે પરંતુ દિવ્યમને શાળાએ આવવું છે. મેં સાહજિક રીતે કહ્યું – વાંધો નહીં સ્વાસ્થ્ય મહત્ત્વનું છે, ચિંતા ન કરશો પ્રાર્થના કરીશ સારુ થઈ જશે.
બીજે દિવસે દવાખાને સારવાર પછી ખ્યાલ આવ્યો કે, હાથમાં તકલીફ વધારે છે અને 15 દિવસ માટે હાથને હલાવવાની ના કહી છે અને 15 દિવસ હાથમાં પાટો રહેશે. એટલે ફરી મમ્મી-પપ્પા ની ચિંતા વધી કે, આવતી કાલથી પરીક્ષા શરૂ થાય તેની આ બાજુ બાળકની શાળાએ આવવાની તત્પરતા…
ઘરે દરરોજ દિવ્યમ્ કહે શાળાએ જવું છે, ને મમ્મી ના કહે! આ બધું ચાલતું હતું તેમાં બાળક ઘરે મમ્મી સાથે બેસી જમણા હાથની ઇજા ભૂલી ડાબા હાથે લખવાનું શરૂ કર્યું. આ બાળકની હિમ્મત અને સાહસ તો જોવો અને મને તેના ઘરે થી વિડીયો એસએમએસ આવે છે કે દિવ્યમ ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ કરે છે.
બીજે દિવસે બાળકની તત્પરતા જોઈ શાળાએ આવવાની પરવાનગી આપી. પરંતુ પરીક્ષા નહીં આપવાની પણ ભણવાનું ચાલુ હોય તેમાં ધ્યાન આપે… કહેવાય ને ‘કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી’ દર 10 મિનિટ પર દિવ્યમ્ શિક્ષકને કહે ‘પાટો કાઢી નાખું…’ શિક્ષક સમજાવે છતાં બીજીવાર પાટો કાઢવાનું કહે… છેવટે શિક્ષક પ્રિન્સીપાલ પાસે ગયા અને કહ્યું ‘દિવ્યમ્ વારંવાર પાટો કાઢવાનું કહે છે અને લખવાનું કહે છે…’
તેની હિમ્મત સામે અમે હથિયાર નીચે મૂક્યા ને બાળકને લખવા માટે વર્કશોટ આપી, અને થોડી જ ક્ષણમાં દિવ્યમે આખેઆખી વર્કશોટ પૂરી કરી દીધી. હું તો જોતો જ રહી ગયો ઈશ્વરે ખરેખર બાળકને દિવ્ય શક્તિઓ સાથે જ જન્મ આપ્યો છે આપણે તેને ઓળખી નથી શકતા… ધન્ય છે આ બાળકને, ધન્ય છે તેની હિમ્મત ને, ધન્ય છે તેના સંસ્કાર અને ઘડતર ને….
આપણી નૈતિક ફરજ છે સંતાનને સાચી રીતે ઓળખ કરવાની તેને દિશા આપવાની… – ભાર્ગવકુમાર મિયાત્રા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.