યૌનશોષણના આરોપોનો સામનો કરી રહેલા બ્રીજભૂષણ સામે 40 FIR હતી જ, હવે 42 થઇ! કાઈ ફરક પડશે?

હાલમાં દેશભરમાં એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે પહેલવાનો પોતાના જ કુશ્તી સંઘના પ્રમુખ બ્રીજભૂષણ (BrijBhushan Sharan Singh) કે જે ભાજપના કદાવર નેતા છે તેમની સામે યૌન શોષણ સહિતના ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ એક હાલમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે કૈસરગંજથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા છે. તેમના પર ભારતીય કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીના આરોપો (sexual harassment allegations on brijbhushan) સહિત અનેક ગુનાઓનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના યુવા પત્રકાર નેલ્સન પરમારે (Nelson Parmar) એક કટાર લેખમાં કેટલા વેધક સવાલો ઉભા કર્યા છે. તે જાણીને આવા વ્યક્તિઓની અસલી ઓળખ કદાચ લોકો સમક્ષ આવી શકશે. કોઈ શિક્ષક સામે કોઈપણ બાબતે એકાદ કેસ થયેલો હોય અને એ શિક્ષક ટ્યુશન ક્લાસીસ ચાલું કરે તો તમે તમારા છોકરાઓ ને મોકલો ખરા???

જો આનો જવાબ મળે તો પછી એ વિચારજો કે ૧૯૯૧માં બ્રિજ ભૂષણ સિંહ સામે ૩૪ કેસો થયેલા હતાં ત્યારે એણે ભાજપ જોઈન કરી હતી અને હાલ ૪૦ કેસ થયેલાં છે ત્યારે એ અધ્યક્ષ છે, આટલો ભંયકર વ્યક્તિ જ્યારે સર્વોચ્ચ પદે બેઠો હોય, બધાંને ખબર જ હોય કે આની વિરુદ્ધ ફરીયાદ આપી ને પણ કોઈ ફાયદો નથી ત્યારે બે જ ઓપ્શન બચે કે જે થાય છે એ સહન કરીને ટકી રહેવું અથવા તો એ છોડીને જતું રહેવું અને છેક ઓલમ્પિકમાં પહોંચેલ મહિલા શું છોડીને આવતી રહે? એની પાસે સહન કરવા સિવાય બીજો રસ્તો શું બચે? તમને એમ લાગે કે પોલીસ ફરીયાદ કરે ને પોલીસ તરત એક્શન લઈ લેશે? સાલુ આટલું જગજાહેર થયેલું હોય તોય પોલીસ ફરીયાદ નોંધવા પણ તૈયાર ન હોય ત્યાં કોણ છોકરી આવાઝ ઉઠાવવાની હિંમત કરે?

આ બધા કહેતા ફરે છે ને કે, છોકરીઓ સાથે એવું બન્યું તો ત્યારે કેમ ન આવી અને અત્યારે કેમ બહાર આવી તો તમારા ઘરમાં મા-બહેન હોય એને પુછી લે જો કે આવી કોઈ ઘટના બને ત્યારે એમની હાલત કેવી હોય છે. સા઼.બુ વાપરીએ તોય ખબર પડે કે કોઈ સામે કેમ ન થતું હોય.!

વાહ, ૪૦ કેસ પછીય તમને એમ લાગે છે કે, બ્રિજ ભૂષણ સિંહ હાવ નિર્દોષ છે, એવું કંઈ કરી જ ન શકે તો તમારે ખરેખર માનસિક રોગના ડોક્ટર ને મળવું જોઈએ. બ્રિજ ભૂષણ સિંહ પર થયેલા બધા કેસોની કલમો જોજો કે કયા કયા ગુનામાં ફરીયાદો નોંધાઈ છે.

આથી વધારે જોઈએ તો એસ.પી પર બંદુક રાખી દીધી હતી, હત્યા કરી છે એ વાત ઈન્ટરવ્યુમાં કબુલ કરે છે. ૫૦ થી વધારે સ્કુલ કોલેજના માલિક છે. ૧૧ વર્ષથી ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ છે. એક પહેલવાન ને જાહેર મંચ પર તમાચો મારી દીધો હતો, આવા તો અનેક મહાન કામ કરેલા છે.

હવે તમને એમ લાગે છે આની વિરુદ્ધમાં કોઈ એક છોકરી આવીને આરોપ લગાવે સાચું હોય તોય. તો આને સજા થઈ જાય? ને કોઈ છોકરી હિંમત કરે આમની સામે એવું લાગે છે તમને? આંતકવાદીઓ સાથે કનેક્શન કેસમાં સીબીઆઈ એ નિર્દોષ જાહેર કરી દીધાં હતાં, કેન્દ્રમાં ભાજપ હતી ત્યારે.! આટલાં મહાન વ્યક્તિત્વ સામે તમને એમ લાગે છે કે જ્યારે થયું ત્યારે એ છોકરી સામે કેમ ન આવી? તમને કોઈ બુટલેગર ઘરે આવીને ધમકી આપી જાય ખાલી તોય તમે એની વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા ડરતાં હોવ તો આની બીક કોને ન લાગે? આટઆટલું થયું બે ફરીયાદ થઈ છે તોય હજી તો દિલ્હી પોલીસ ધરપકડ નથી કરી શકતી, કેટલો દબદબો હવે એ વિચારો! © નેલ્સન પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *