વિકલાંગતાનો બોજ નહીં પણ આત્મનિર્ભર બની જીવન જીવી રહી છે આ દિકરી- શરીરે દિવ્યાંગ પરંતુ હાથોમાં જાદુ…

રાત(Gujarat): પાનની કેબીન ધરાવતાં પરિવારની દિવ્યાંગ દિકરી(Divyang daughter)ની કલાકારી જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ! અમે વાત કરવા જઈ રહ્યા છીએ. ઊના(Una)નાં દેલવાડા(Delwada) રોડ પર…

રાત(Gujarat): પાનની કેબીન ધરાવતાં પરિવારની દિવ્યાંગ દિકરી(Divyang daughter)ની કલાકારી જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ! અમે વાત કરવા જઈ રહ્યા છીએ. ઊના(Una)નાં દેલવાડા(Delwada) રોડ પર પાનની દુકાન ધરાવતા એક પરિવારનાં દિયાની. દિયાનો જન્મ વિકલાંગ(handicapped) થયો હતો. વિકલાંગ દિકરીને માતા-પિતા દ્વારા સકારાત્મક ઉર્જા અને પ્રેરણા આપવામાં આવી રહી છે અને જેણે કારણે 19 વર્ષની દિકરીને કલર પીંછીના સહારે કલા કૌશલ્ય પ્રેમી બનાવતા દીયાનું જીવન પ્રકાશમય બની ગયું છે.

વિકલાંગ દિકરીને માતા-પિતા દ્વારા અપાઈ રહી છે સકારાત્મક ઉર્જા:
મહત્વનું છે કે, સંગીત, સાહિત્ય, ચિત્રોમાં સકારાત્મક રીતે આગળ વધી રહેલી દિયાની જીંદગી ધડતર અને શ્રેષ્ઠ કારકીર્દિ બનાવવાં વિકલાંગતાનો બોજ નહીં પણ આત્મનિર્ભર બની જીંદગી જીવી શકાય તે માટે ભગવાન સ્વરૂપ માતાપિતાનો વ્હાલ સાથે દિયાનું જીવન પ્રકાશમય બનાવી રહ્યા છે. દેલવાડા રોડ ઉપર પાનની કેબીન ચલાવતા પરેશભાઈ ગોસાઈ મહેનત મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે.

​​​​​​​પરેશભાઈની મોટી દિકરી દીયા 19 વર્ષની છે અને તે જન્મથી જ વિકલાંગ છે. તેમનો પુત્ર હિત ગોસાઈ છે. પરંતુ દિકરીનાં પાલન-પોષણ સાથે તેણે આત્મનિર્ભર અને શિક્ષિત બનાવી રહ્યા છે. હાલમાં એમ.એસ.આર્ટ યુનિ.અમદાવાદમાં બીજાં વર્ષમાં અભ્યાસ કરતી દિકરી પગ વડે ચાલી ભલે ન શકે પણ તેના માતા-પિતા તેડીને શાળા સુધી પહોંચવામાં મદદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, અભ્યાસમાં દિયાનાં જીવનમાં કોઈ ખોટ કે ઉણપ ન રહે તેના આત્મવિશ્વાસને વધુ મજબુત બનાવવા માતા કામીબેન તેમજ પિતા પરેશભાઈ ગોસાઈ સતત તેણે પ્રોત્સાહન આપી રહ્યાં છે અને તેમના જુસ્સામાં વધારો કરી રહ્યા છે. માત્ર એટલું જ નહી પરંતુ સંગીત, સાહિત્ય, ચિત્રો કલા કૌશલય પ્રત્યે પ્રેમ પુરો પાડે છે. દિયા પણ તેના પરિવારને સકારાત્મક પરિણામ આપવા સતત મહેનત કરી માતા-પિતાની ઉર્જાને ધ્યાને રાખીને કલર પીંછીના સહારે અપેક્ષા કરતાં વધુ શ્રેષ્ઠ કારકીર્દિ બનાવવાં પોતાની તમામ મહેનત કરી રહી છે.

મહત્વનું છે કે, દિયાએ બનાવેલાં ઉજ્વળ ભવિષ્યનાં ચિત્રો શાનદાર અને અદભુત છે આર્ટિસને પણ કલાત્મક ચિત્રો દોરવા મુશ્કેલી થતી હોય છે પરંતુ દિયા ફટાફટ ચિત્રો આગળીનાં સહારે પીંછીની કલા સાથે તૈયાર કરી દે છે. દિયા દ્વારા દોરવામાં આવેલા અદભુત ચિત્રોમાં મહાત્મા ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ પશુ પક્ષીઓ કુદરતી દ્રશ્ય ગ્રામિણ વિસ્તારોનું જીવન સંસ્કૃતિ રંગીન કલર પીંછી વડે કલાકૃતિઓ અદ્ભુત આકર્ષણ પુરૂં પાડે છે. માત્ર એટલું જ નહિં પરંતુ વિવિધ ધર્મનાં મસીહાનાં કલાત્મક ચિત્રો દોરવા તે સહેજે પણ મુશ્કેલી અનુભવતી નથી.

દિયાના પિતા પરેશભાઈએ જણાવતા કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ શાળામાં ચિત્રની સ્પર્ધા હોય તો તેમાં દિયા ચોક્કસપણે તેમાં ભાગ લે જ છે. દિયા ભલે ચાલી શકતી નથી પરંતુ અમે તેને તેડીને સ્પર્ધાત્મક પ્રવૃત્તિના સ્થળે લઈ જઈએ છીએ. દિયા આત્મવિશ્વાસ સાથે ચિત્રો દોરી ઈનામ મેળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *