ઉત્તર પ્રદેશ: રામપુરમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષિકા બાળકીને બળપૂર્વક પકડીને કેક ખવડાવી રહ્યો છે. વિદ્યાર્થીની ના પાડી રહી છે, પરંતુ શિક્ષક બળજબરીથી પકડી રહ્યો છે. કેટલાક લોકો વિદ્યાર્થીનીને આંગળી કાપવાનું કહી રહ્યા છે. કેક ખવડાવ્યા બાદ શિક્ષક કહે છે કે, “જોઈ લે કોઈ આવ્યું બચાવવા માટે.”
શિક્ષક વિદ્યાર્થીની સાથે કરતો હતો ખરાબ હરકત, વિડીયો થયો વાઈરલ #Viral #schools #crime #BREAKING pic.twitter.com/FJ8uQWDCut
— Trishul News (@TrishulNews) September 11, 2021
મળતી માહિતી મુજબ, આ વાયરલ વીડિયો દયાવતી મોદી એકેડમીનો છે. અહીં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીએમએના રસાયણશાસ્ત્રના શિક્ષક આલોક સક્સેના વિદ્યાર્થી સાથે કોચિંગમાં કેક લગાવવા અને ખવડાવતી વખતે અનિશ્ચિત પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા.
આ વીડિયો વાયરલ થયા બાદ ડીએમએના આચાર્ય સુમન તોમરે શિક્ષક આલોક સક્સેનાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, આ કેસમાં પોલીસે હવે શિક્ષકને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ છે. આ મામલાને દબાવવામાં માટે સ્કૂલ મેનેજમેન્ટ ભારે જહેમત ઉઠાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.