PM મોદીના ભાષણમાં જ ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમના ધજાગરા- જુઓ વિડીયો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીતના પગલે બુધવારે ભાજપ મુખ્યાલયે યોજાયેલા વિજયોત્સવમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા. મોદીએ પોતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગની વાત જ ના કરી તેના કારણે તેમને પણ લોકોને સલાહ આપવામાં જ રસ હોય એવું લાગ્યું.

આ કાર્યક્રમમાં મોદી આવવાના હોવાથી મોટી સખ્યામાં નેતા અને કાર્યકરો ઉમટી પડયા હતા.

મોદી દેશનાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અને દો ગજ કી દૂરી રાખવાની સલાહ આપે છે પણ ભાજપ આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો વચ્ચે બે સેન્ટિમીટરનું પણ અંતર નહોતું. લોકો એકબીજાને અથડાતા ઉભા હતા.

મોદી લોકોને સતત માસ્ક પહેરી રાખવાની સલાહો પણ આપ્યા કરે છે પણ એ સલાહનો પણ ધરાર અનાદર થતો જોવા મળ્યો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પહેલાં માસ્ક પહેરેલો પણ પછી કાઢી નાંખ્યો હતો. નડ્ડા ખુલ્લી કારમાં લોકોનું અભિવાદન સ્વીકારવા ને પુષ્પવર્ષા ઝીલવા માસ્ક વિના નિકળ્યા. મુખ્યાલયે પહોંચ્યા પછી કારમાંથી નીચે ઉતરીને તેમણે માસ્ક પહેર્યો.

અમિત શાહે કારમાંથી ઉતરતાં તરત માસ્ક પહેરી લીધો પણ મોટા ભાગના નેતા માસ્ક વિના જ જોવા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *