Banana Health Tips: કેળા ખાધા પછી તમારે કેટલાક ખોરાક અને પીણાઓ ટાળવા જોઈએ જેથી કરીને સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન પડે ત્યારે ચાલો જાણીએ એવા ખાદ્યપદાર્થો (Banana Health Tips) અને પીણાં વિશે જે કેળા પછી ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.
કેળા ખાધા પછી શું ન ખાવું અને શું ન પીવું
દૂધ અને દહીં સાથે કેળાને ટાળવું જોઈએ, ખાસ કરીને જે લોકોને જેને પેટની તકલીફ હોય તેવા લોકોએ કેળાનું સેવન કરવું જોઈએ નહીં.
કેળા ખાધા પછી, તમારે સુગરવાળા ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી શકે છે.
સાઇટ્રસ ફ્રુટ્સ અથવા વિનેગર જેવા ખાદ્યપદાર્થો કેળા પછી ખાવાથી ક્યારેક પેટ ખરાબ થઈ શકે છે,
કેળા પછી તરત જ કોફી અથવા અન્ય કેફીનયુક્ત પીણાં પીવાથી પેટમાં એસિડિટી થઇ શકે છે, જે કેટલાક લોકો માટે સમસ્યા બની શકે છે.
કેળા ખાધા પછી દારૂ ન પીવો જોઈએ, કારણ કે તે પાચનમાં સમસ્યા લાવી શકે છે અને બેચેની પેદા કરી શકે છે.
કેળા ખાવાના ફાયદા
કેળામાં જોવા મળતા સ્ટાર્ચ પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.
કેળામાં પોટેશિયમ જોવા મળે છે. જે હૃદયના સ્વાસ્થ્યનું સારું ધ્યાન રાખે છે.
કેળા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
કેળા પોટેશિયમનો સારો સ્ત્રોત છે.
કેળું ક્યારે ખાવા – કેળા ખાવાનો યોગ્ય સમય બપોરનો છે. આ સમયે ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમારી ત્વચા પણ સ્વસ્થ રહે છે.
ક્યારે ન ખાવા – રાત્રે કેળા ન ખાવાથી મ્યુકસ થાય છે અને પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App