મધમાં ભૂલથી પણ ન મિક્સ કરતા પાંચ વસ્તુ, નહીં તો બનશે ઝેર! જાણો વિગતે

Benefits of Honey: સ્વાસ્થ્ય માટે મધના(Benefits of Honey) ઘણા ફાયદા હોય છે. તે ત્વચાને સુંદર અને ગ્લોઈંગ રાખે છે. સ્વાસ્થ્ય માટે પણ મધ અમૃતની જેમ કામ કરે છે. જો કે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો મધને ખોટી વસ્તુમાં મિક્સ કરીને તેનું સેવન કરે છે, જે જોખમકારક સાબિત થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ મધને કઈ વસ્તુ સાથે ખાવાથી શરીર માટે ઝેર બને છે.

કઈ વસ્તુઓની સાથે મધનું સેવન ન કરવું જોઈએ?
ચા-કોફી ગરમ જ પીવામાં આવે છે. મધની તાસીર પણ ગરમ હોય છે. આ બંનેનું મિશ્રણ થાક અને તણાવનું કારણ બની શકે છે.

મૂળાની સાથે મધ ન લેવું જોઈએ. તે શરીરમાં ટોક્સિસિટી વધારે છે, જેના કારણે અપચા જેવી સમસ્યા થાય છે.
ગરમ ખાવાની સાથે મધ ન લેવું. ચિલી પોટેટોમાં મધ નાખીને સર્વ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

ગરમ અથવા ઉકળતા દૂધમાં ભૂલથી પણ મધ ન નાખવું. આ દૂધ શરીર માટે ઝેરનું કામ કરે છે. ઘી અથવા માખણની સાથે પણ મધ ન લેવું. બંનેને સાથે ખાવાથી ઘી/માખણના ગુણો નષ્ટ થઈ જાય છે.માંસ-માછલીની સાથે પણ મધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે જોખમકારક હોય છે.

ગરમ વસ્તુઓની સાથે કેમ મધ ન લેવું જોઈએ? મધની તાસીર ગરમ હોય છે. એવામાં ગરમ વસ્તુઓની સાથે મધનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. ઉપર જણાવેલ વસ્તુઓની સાથે મધ લેવાથી શરીરમાં ટોક્સિન્સ બને છે, જેનાથી સ્કિન એલર્જી જેવી સમસ્યા પણ થઈ શકે છે.

કઈ વસ્તુઓની સાથે મધ લેવું ફાયદાકારક છે?
ગરમીની સિઝન આવી રહી છે. એવામાં શરીરને વધારે થાક મહેસૂસ થાય છે. તેનાથી બચવા માટે હુંફાળા પાણીમાં મધનું સેવન ફાયદાકારક હોય છે. દરરોજ સવારે મધનું પાણી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આયુર્વેદના અનુસાર, ગાજરના રસની સાથે મધ મિક્સ કરવાથી આંખોની રોશની વધે છે. તેને ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેથી શરદી-ઉધરસમાં આદુના રસની સાથે તેને લઈ શકાય છે. તમે ઈચ્છો તો દરરોજ સવારે એક નાની ચમચી મધ લઈ શકો છો. તે ત્વચા અને વાળ માટે સારું સાબિત થાય છે.