વેદ અને શાસ્ત્રોમાં જ્ઞાનની વાતોની સાથે સાથે રોજબરોજના જીવનમાં અને આદતો અંગે પણ માર્ગદર્શન કરવામાં આવ્યું છે.શાસ્ત્રો મુજબ વ્યકિત નું દરેક કામ તેના જીવન પર અસર કરે છે.આ ગ્રંથોમાં લોકોની ખાણી પીણી,રહેણી કરણી,વર્તન,વ્યવહાર જેવા અનેક પહેલુઓ પર વાત કરવામાં આવી છે.જે મુજબ સાંજે કેટલાક કામો કરવા વર્જિત છે.જે લોકો સૂર્યાસ્ત સમયે આ કામ કરે તો તેમને પૈસે ટકે નુકશાન થવાની ભીતી રહે છે.આ સાથે જ સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર પડે છે.
સૂર્યાસ્ત સમયે ભૂલ થી પણ ભોજન ન કરો.મનુસંહિતા મુજબ આ સમયે ભોજન કરવાથી વ્યક્તિ ને આગામી જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે.સાંજના સમયે બીમાર લોકો અને બાળકો સિવાય કોઈ પણ સ્વસ્થ વ્યકિત એ સૂવું જોઈએ નહિ.સાંજના સમયે સૂઈ જવાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે.આ ઉપરાંત વ્યકિત બીમાર પણ થઈ જાય છે.
સાંજના સમયે કોઈને પણ પૈસા ઉધાર આપવા જોઈએ નહિ.એવું કહેવામાં આવ્યું છે કે આ સમયે ધન કોઈને આપવાથી લક્ષ્મી દેવી નારાજ થઈને ઘરમાંથી જતી રહે છે.આ સમયનો ઉપયોગ ધ્યાન અને સાધનામાં કરો.કારણ કે સૂર્યાસ્ત દિવસ અને રાત નો સંધિકાળ હોય છે.આથી આ સમય ધ્યાન અને સાધનાનો સમય ગણવામાં આવ્યા છે.આ સમયે ભૂલ થી શારીરિક સંબધ ન બાંધવા.કારણ કે આ સમયે ગર્ભધારણ થાય તો સંતાન સંસ્કારી બનતું નથી અને પરિવાર ની પ્રતિષ્ઠા ને નુકશાન પહોંચાડે છે.
સૂર્યાસ્ત સમયે અધ્યનન ની જગ્યાએ ધ્યાન જ ન ધરો.શાસ્ત્રોમાં સાંજના સમયે વેદ અને શાસ્ત્રોમાં અઘ્યનન કરવાની મનાઈ ફરમાવી છે.આ સમયે માત્ર ધ્યાન અને સાધના માટે જ હોવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.