જાણો કેમ લગ્નમાં અગ્નિની સાક્ષીએ જ લેવાય છે ચાર ફેરા? આ કારણ તો લગ્ન કરનારા પણ નથી જાણતા

લગ્ન કરતાં સમયે કુલ 7 ફેરા લેવામાં આવે છે. આ સાતેય ફેરા અગ્નિની સાક્ષીમાં લેવામાં આવે છે. હાલમાં આને લઈ એક જાણકારી સામે આવી રહી છે. યજ્ઞની આગની ચારેય બાજુ ફરે એને ફેરા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે, યજ્ઞામગ્નિની 4 પરિક્રમાઓ કરવાનું વિધાન છે પણ લોકાચારથી 7 પરિક્રમાઓ કરવાની પ્રથા ચાલતી આવી રહી છે.

આ 7 ફેરા વિવાહ સંસ્કારના ધાર્મિક આધાર હોય છે. તેને અતૂટ વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. વિવાહના અવસર પર યજ્ઞાગ્નિની પરિક્રમા કરતા વર-વધૂ એવી ધારણા કરે છે કે, અગ્નિ દેવની સામે તમામ લોકોની ઉપસ્થિતિમાં અમે 7 પરિક્રમા કરતા વચન લે છે કે, અમે બન્ને એક મહાન પવિત્ર ધર્મ બંધનમાં બંધાઇએ છીએ. આ સંકલ્પને નિભાવવા માટે તેમજ ચરિતાર્થ કરવા માટે અમે કોઇ કસર બાકી રાખીશું નહીં.

અગ્નિની સામે આ રિવાજ એટલા માટે પૂર્ણ કરવામાં આવે છે. કારણ કે, એકબાજુ અગ્નિ જીવનનો આધાર છે તો બીજી બાજુ જીવનમાં ગતિશીલતા તથા કાર્યની ક્ષમતા અને શરીરને પુષ્ટ કરવાની ક્ષમતા દરેક વસ્તુ અગ્નિ દ્વારા આવે છે. આધ્યાત્મિક સંદર્ભોમાં અગ્નિ પૃથ્વી પર સૂર્યનું પ્રતિનિધિ તથા સૂર્ય જગતની આત્મા તથા વિષ્ણુનું સ્વરૂપ છે.

અગ્નિની સામે ફેરા લેવાનો અર્થ એ છે કે, પરમાત્માની સમક્ષ ફેરા લેવા. અગ્નિ આપણા તમામ પાપોને સળગાવી નષ્ટ કરી દે છે. જીવનમાં પવિત્રતાની સાથે એક મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ અગ્નિની સામે જ કરવાનું દરેક રીતે ઉચિત છે. વર-વધૂ પરિક્રમા ડાબીથી જમણી બાજુ ચાલીને પ્રારંભ કરે છે. પ્રથમ ચાર પરિક્રમામાં વધૂ આગળ રહે છે તથા વર પાછળ તેમજ શેષ 3 પરિક્રમામાં વર આગળ અને વધૂ પાછળ ચાલે છે. તમામ પરિક્રમા દરમિયાન પંડિત દ્વારા વિવાહ સંબંધી મંત્રોચ્ચારણ કરવામાં આવે છે. પરિક્રમા પૂર્ણ થવા પર વર-વધૂ ગાયત્રી મંત્ર અનુસાર યજ્ઞમાં દર વખતે એક-એક આહુતિ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *