શ્રાવણમાં રાખવું પડે છે ધ્યાનકેટલાક લોકો શ્રાવણ મહિનામાં નોનવેજને હાથ પણ નથી લગાવતા. કેટલાક એવું માને છે કે બને ત્યાં સુધી આ પવિત્ર મહિનામાં એવા કોઈ ભોજનનો પોતાના આહારમાં સમાવેશ ન કરવો જેથી અપવિત્રતા આવી જાય. જોકે, એકવાર શ્રાવણ મહિનામાં કશું ખાતાં પહેલા કેટલીક એવી વસ્તુઓ પર પણ ધ્યાન આપો જેને તમે શાકાહારી સમજીને ખાઓ છો પરંતુ તે બિલકુલ શાકાહારી નથી હોતી. આવો જાણીએ કઈ છે એવી વસ્તુઓ.
સૂપમોટાભાગના લોકો એવું માને છે કે સૂપ વેજીટેરિયન છે. જોકે, સૂપ ઘરે બનાવવામાં આવે તો વાંધો નથી પરંતુ જો રેસ્ટોરન્ટમાં સૂપ પીવા જતાં હોવ તો ધ્યાન રાખજો. અનેક રેસ્ટોરન્ટ એવી હોય છે. જે સૂપ બનાવવામાં પણ માછલીના ઉત્પાદનો વાપરે છે. તો ડહાપણ એ જ છે કે રેસ્ટોરન્ટમાં જતાં પહેલા વેઈટરને જરુર પૂછી લો.તેલએવા તેલ જેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સનું પ્રમાણ હોય છે.
જે હકીકતમાં શાકાહારી નથી હોતાં. કેટલાક તેલ જેમાં વિટામિન ડી હોવાનો દાવો કરવામાં આવે છે. તેમાં લેનોલિન મળી આવે છે. જે ઘેટામાંથી મેળવવામાં આવે છે.વ્હાઈટ સુગરવ્હાઈટ સુગરને સાફ કરવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં નેચરલ કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ કાર્બન શામાંથી મળે છે. આ કાર્બનને જાનવરોના હાડકામાંથી બનાવવામાં આવે છે.
આથી જો તમે શાકાહારી હોવ તો ભૂલથી પણ રિફાઈન્ડ સુગર ન ખરીદો.જામજો તમે પણ જેલી કે જામ ખાવાના શોખીન હોવ તો તમારે ચેતી જવાની જરુર છે. જામમાં જીલેટિન હોય છે અને જીલેટીન જાનવરોથી મેળવવામાં આવતી પ્રોડક્ટ છે.”